ધર્મપ્રેમી જાનતાને પધારવા અનુરોધ:દિવાળી તેમજ નૂતન વર્ષની ઉજવણી માટે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા આવતી કાલે ગોંડલના અક્ષર મંદિર ખાતે પધારશે

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલના અક્ષર મંદિરે આવતી કાલે તા.19/10/2022, બુધવારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજ પધારી રહ્યા છે. સંતો-ભક્તોમાં મહંતસ્વામીની પધરામણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ મહંતસ્વામીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અક્ષર મંદિરના સમગ્ર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિવર્ષ દીપોત્સવી તેમજ નૂતન વર્ષની ઉજવણી ગોંડલના અક્ષર મંદિર ખાતે અક્ષર દેરીની પવિત્ર નિશ્રામાં કરતાં. તે જ પરંપરા BAPSના વર્તમાન ગુરુવર્ય મહંતસ્વામી મહારાજે પણ જાળવી રાખી છે. તેઓ તા.19/10/2022, બુધવારથી તા.30/10/2022, રવિવાર સુધી ગોંડલના અક્ષર મંદિર ખાતે રોકાશે. ગોંડલ અક્ષર મંદિરે મહંતસ્વામીની હાજરીમાં લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન, નુતન વર્ષ નિમિત્તે ગોવર્ધન પૂજન અને અન્નકૂટ ઉત્સવ ધામધૂમ પૂર્વક અને ભવ્યતાથી ઉજવાશે.

તેઓના સાંનિધ્યમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અક્ષર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં દીપોત્સવી પર્વ તેમજ નુતનવર્ષ નિમિત્તે અન્નકૂટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જાનતાને અક્ષર મંદિર-ગોંડલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...