ધાર્મિક:ગોંડલમાં હરિભક્તોને મહંતસ્વામીના સત્સંગનો મળ્યો દિવ્ય લાભ

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ અક્ષર મંદિરમાં મહંત સ્વામીએ પધરામણી કરી છે અને મહારાજ સત્સંગ લાભ આપી રહ્યા છે. મહંત સ્વામી મહારાજે પ્રાતઃ પૂજામાં હરિભક્તોને દર્શન અને આશીર્વાદનો લાભ આપ્યા હતા. બાળકોએ કિર્તન ભક્તિ રજૂ કરી મહંત સ્વામીના ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. રવિવારે બહોળી સંખ્યામાં હરિભક્તોએ મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

સમગ્ર અક્ષર મંદિરનું પરિસર હરિભક્તોથી ભરાઈ ગયું હતું. સાંજે આયોજિત રવિ સભા અંતર્ગત મહંત સ્વામી મહારાજે દર્શન અને આશીર્વાદ નો પણ લાભ આપ્યો હતો અને જણાવ્યું હતું કે સત્સંગ કરવાથી જીવમાં બળની પ્રાપ્તિ થાય છે. રવિ સભા એ સુખ નો દરિયો છે, અમૃતનો દરિયો છે. સત્સંગ એ જીવને ઉર્ધ્વગતિ અપાવનારું એક ઉત્તમ સાધન છે. બહોળી સંખ્યામાં હરિભક્તોએ મહંત સ્વામીના દર્શન અને સત્સંગનો લાભ લઇ જીવનને ધન્ય બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...