ઉજવણી:સરકારી શાળાના બાળકો સાથે ખુશી વહેંચી પાંચ ઉત્સાહી યુવાને કરી બર્થ ડેની ઉજવણી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલના કલ્યાણ ચેરિટી ગ્રૂપના સભ્યોએ બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ કરી

બર્થડે એટલે દરેકની જિંદગીમાં વર્ષે એક વાર આવતો ખાસ દિવસ. આ દિવસને યાદગાર બનાવવા તમામની ઇચ્છા હોય જ. દરેક વ્યક્તિ પોતપોતાના વિચાર અને સંસ્કાર મુજબ આ દિવસના સેલિબ્રેશનના પ્લાનિંગ કરતા હોય છે. ગોંડલના કલ્યાણ ગ્રુપના સભ્યોએ પોતે જે ગ્રુપના સભ્યો છે એ નામને જ સાકાર કરવા અને લોકોનું અને ખાસ કરીને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના કલ્યાણનો વિચાર કર્યો અને તેમના શિક્ષણમાં મદદરૂપ થઇ શકે તેવી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરી પોતાના જન્મદિવસને યાદગાર અને સમાજોપયોગી બનાવ્યો હતો.

ગોંડલના કલ્યાણ ચેરિટી ગ્રુપના પાંચ મેમ્બર સિંધવ ચિરાગ,વિધિબેન જેઠવા,નિખિલ પેથાણી,હેતલબેન ઠુંમર,અને હેત ત્રિવેદીએ પોતાના જન્મદિવસની ઉજવણી સરકારી શાળાના બાળકોને અભ્યાસ માટે જરૂરી વસ્તુઓ આપીને કરી હતી. ગોંડલની સરકારી શાળા નં. 7 ના ધો.1 થી 8ના કુલ 100 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી તેમની પાયાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે બુક, પેન, પેન્સિલ, સ્કેચપેન, સ્કેલ, સાફનર , ઇરેઝર વગેરે તથા ચોકલેટ આપીને જન્મદિવસની ઉજવ ણીને સાચા અર્થમાં ચરિતાર્થ કરી.

ગ્રુપ દ્વારા આયોજિત આ આયોજનમાં ગ્રુપ મેમ્બર તથા ગોંડલ તાલુકા યોગ કોચ હેતલબેન ઠુંમર દ્વારા સૌ બાળકોને યોગ વિશેનું શારીરિક તથા પ્રેક્ટિકલ જ્ઞાન પણ પીરસવામાં આવ્યું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં કલ્યાણ ચેરીટી ગ્રુપને મદદરૂપ થનાર શાળા નંબર-7ના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...