વિધાનસભા ચૂંટણી 2022:ગોંડલ વિધાનસભા બેઠકમાં કુલ મતદારો પૈકી અડધા મતદારો લેઉવા પાટીદાર છે; છતાં અહી ક્ષત્રીય ઉમેદવાર ચૂંટાય છે

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ વિધાનસભાના મતદારોની વાત કરીએ તો, આ બેઠક પર પુરુષ મતદારો 1,18,218 તથા સ્ત્રી મતદારો 1,10,212 મળી કુલ 2,28,430 પૈકી 1,15,000થી વધુ મતદારો માત્ર લેઉવા પાટીદારો છે. જ્યારે કડવા પાટીદાર 20,000 ઉપરાંત કોળી, દલીત, લઘુમતી મતદારો પણ 20-20 હજાર છે અને ક્ષત્રીય મતદારો 7000 છે, આમ કુલ મતદારો પૈકી અડધો અડધ મતદારો લેઉવા પાટીદાર છે. ગોંડલ બેઠક છેલ્લા અઢી દશકાથી ભાજપનો ગઢ ગણાય છે. એટલે જ કદાચ ભાજપની ટિકિટ માટે બાહુબલી જુથો વચ્ચે ટકરાવ સર્જાયો છે.

ગોંડલ બેઠકનો પાછલા 60 વર્ષનો રાજકીય ઇતિહાસ પણ રસપ્રદ રહ્યો છે
ગોંડલ બેઠકનો છેલ્લા 60 વર્ષનો ઇતિહાસ જોઈએ તો, વર્ષ 1962માં કોંગ્રેસના વજુભાઇ શાહ, 1967માં ડો. દેવશીભાઈ પટેલ, 1972 તથા 1975 એમ બે ટર્મ માટે પોપટભાઇ સોરઠીયા, 1980 માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાજપ, 1985માં ફરીવાર પોપટભાઇ સોરઠીયા કોંગ્રેસ, 1990 તથા 1995 એમ બે ટર્મ માટે મહિપતસિંહ જાડેજા જેમા પહેલીવાર અપક્ષ તથા બીજી ટર્મ એનસીપી દ્વારા લડી ધારાસભ્ય બન્યા હતા.

ગોરધન ઝડફિયા કરારી હારનો સ્વાદ માણી ચુક્યા છે
1998 તથા 2002ની બે ટર્મમાં ભાજપના જયરાજસિહ જાડેજા ધારાસભ્ય તરીકે ચુટાયા હતા. 2007માં એનસીપીના ચંદુભાઇ વઘાશીયા ચુટાયા હતા. 2012માં ફરીવાર ભાજપના જયરાજસિંહ જાડેજા ચુંટાયા હતા. અને 2017માં ભાજપના ગીતાબા જાડેજા આ બેઠક પર પ્રથમ મહીલા ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. પોપટભાઇ સોરઠીયા બે ટર્મ કોંગ્રેસ તથા એક ટર્મ કીમલોપ વતી ચુંટાયા હતા. આ બેઠક પર ભાજપનો દબદબો બરકરાર રહ્યો છે. માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે બનાવેલા નવા પક્ષ વતી આ બેઠક પર માજી ગૃહમંત્રી ગોરધન ઝડફિયા કરારી હારનો સ્વાદ માણી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...