ધરપકડ:ગુંદાળા ચોકડીએ એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર ઝબ્બે

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટ્રલ બેંકના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી
  • મહેનત વગર માલામાલ થઇ જવાનો કીમિયો કારગત ન નીવડ્યો

ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલું સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાતા ગોંડલ સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. કોઇ પણ જાતની મહેનત કર્યા વગર માલામાલ થઇ જવાનો કીમિયો અજમાવવા તો ગયો, પરંતુ તેમાં સફળતા તો ન મળી, ઉલટું ઝડપાઇ જતાં હવે મેથીપાક ખાવાનો વારો આવ્યો હતો.

ગોંડલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર તરીકે ફરજ બજાવતા અમિતકુમાર વિજયકુમાર શર્માએ ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 18 સવારે તેઓને જાણ થઈ હતી કે ગુંદાળા ચોકડી પાસે આવેલા કોમ્પ્લેક્સમાં આવેલા બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો છે. જેથી આ અંગે કંટ્રોલમાં જાણ કરાતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

સીસીટીવી ફૂટેજની તપાસમાં ખુલવા પામ્યું હતું કે 17 તારીખે 11:00 વાગ્યાના આસપાસ એક શખ્સ ચાલીને આવી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા એટીએમમાં પ્રવેશ્યો હતો અને ડિસમિસથી પતરું તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યો હતો પરંતુ નિષ્ફળતા મળતાં ચાલ્યો ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પરપ્રાંતિય શખ્સ મહેશ ગાંડાલાલ દંતાણી રહે. અલદેશણ તા. કડી જિલ્લો મહેસાણા વાળા ને પકડી લઇ આકરી પૂછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...