તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્વરિત ઉકેલ લાવવા પ્રયાસ:ગોંડલ નગરપાલિકામાં આજથી ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોની ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવવા પ્રયાસ

ગોંડલના નગર પાલિકા વિસ્તારમાં શહેરીજનોને પડતી મુશ્કેલીનો ત્વરિત નિકાલ થાય તે હેતુ થી આજથી દર સોમવાર અને ગુરુવાર ફરિયાદ નિવારણ કાર્ય શરૂ કરવા માં આવ્યું છે.ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ની અધ્યક્ષતામાં નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા,ઉપ પ્રમુખ સંજયભાઈ ધીણોજા, કારોબારી ચેરમેન ઋષિભાઈ જાડેજાના પ્રયત્નોથી પાલિકા કચેરીએ ગોંડલ શહેરની જનતા માટે તેમના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય તે હેતુથી હવેથી દર સોમવાર અને દર ગુરુવારે આ વિભાગ કાર્યરત રહેશે.

ગોંડલ શહેરની પ્રજાના પ્રાથમિક પ્રશ્નો જેવા કે લાઈટ, પાણી, ગટર, રોડ રસ્તા જેવા પ્રાથમિક પ્રશ્નો નું ત્વરિત નિવારણ લાવવા નગરપાલિકાના તમામ વિભાગોના અધિકારીઓ જે તે વિસ્તારના વોર્ડના સુધરાઈ સભ્યોને હાજર રાખી શહેરી જનોને પડતી પારાવાર મુશ્કેલીનો નિકાલ કરવા માટ. સૂચના આપવામાં આવી હતી. આજના પ્રથમ દિવસે જ 25થી વધુ ફરિયાદો મળી હતી. જેમાંથી મોટા ભાગની ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો અને બાકીની ફરિયાદોનો આવનારા સમય માં નિકાલ કરશે તેવી ખાતરી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...