તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:ગોંડલ મુક્તેશ્વર સ્મશાનગૃહમાં પાંચ ટ્રેક્ટર છાણાનું અનુદાન

ગોંડલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અહીં છાણા, લાકડાં કે ગેસ સિલિન્ડરની સેવા નિશુ:લ્ક અપાય છે

મરવાનું મન થાય તેવા ગોંડલના મુક્તેશ્વર સ્મશાન ગૃહમાં એપ્રિલ માસ દરમિયાન 410થી વધુ અગ્નિદાહનો આંકડો વટી ગયો હતો. છાણાનો સ્ટોક પૂર્ણતાને આરે પહોંચવા આવ્યો હોવાની જાણ એક મૈયતમાં આવેલ સેવાભાવી ડાઘુઓના ધ્યાને આવતા તુરંત જ પાંચ ટ્રેક્ટર છાણા ભરી અનુદાન મોકલી આપવામાં આવ્યું છે. જો કોઈને છાણા લાકડાનું અનુદાન આપવું હોય તો સ્મશાન ટ્રસ્ટ દ્વારા સ્વીકારાશે તેમજ છાણા લાકડા નો સ્ટોક હોય તો ખરીદી પણ લેવામાં આવશે તેમ જણાવાયું છે.પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાના કહેરમાં એપ્રિલ માસ દરમિયાન અત્રેના સ્મશાન ગૃહખાતે રેકોર્ડ બ્રેક મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

જેમાં ગેસ સિલિન્ડર, લાકડા અને છાણાનો ઉપયોગ કરાતો હોય છાણા અને લાકડાનો સ્ટોક પૂર્ણતાને આરે આવ્યો હોવાનું ધ્યાન એક મૈયતમાં આવેલા ભરતભાઈ ઢોલરીયા અને અશ્વિનભાઈ રૈયાણીના ધ્યાને આવતા તેઓ દ્વારા તુરંત જ મુક્તિધામને પાંચ ટ્રેક્ટર ભરીને છાણા અનુદાન આપવામાં આવ્યું છે, આ તકે ટ્રસ્ટના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાકડા અને છાણા પૂર્ણતાના આરે છે. જો કોઈ ને અનુદાન આપવું હોય તો સ્વીકાર્ય છે અથવા કોઈની પાસે છાણા કે લાકડાનો સ્ટોક હોય તો ટ્રસ્ટ ખરીદી કરવા પણ તૈયાર છે. ટ્રસ્ટ સંચાલકોનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો