તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાલી જમીનનો કરાયો સદુપયોગ:ગોંડલમાં બાળાથી લઈ દાદીમાએ કર્યું મિનિ ઓક્સિજન પાર્કનું નિર્માણ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ ખાતે તાલુકા સેવા સદન કચેરીની બાજુમાં સરકારી સ્ટાફ ક્વાર્ટરની ખુલ્લી પડેલ જગ્યામાં વરસાદના વધામણાં અને પ્રકૃતિ ના સંવર્ધન હેતુથી નાની બાળકી થી લઈ દાદીમા ઉંમરની વ્યક્તિઓએ વિવિધ પ્રકાર ના ઉપયોગી ઔષધીય અને પક્ષીઓને ઉપયોગી એવા 40 જેટલા વૃક્ષોનું વાવેતર પિન્ટુભાઈ ચાવડા,પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,અંકુરભાઈ વસાણી, નાથાભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. તેમની સાથે નિખિલ પેથાણી, ચિરાગ સિંધવ,કિશન ઉછડીયા,દાદીમાં, પરીવારજનો,ઢીંગલી પરીના હસ્તે વૃક્ષો નું વાવેતર કરી તેનો ઉછેર કરવાના શુભ સંકલ્પ સાથે ગુજરાત ના યુવા ભાઈબહેનોને વધુ ને વધુ વૃક્ષો નું વાવેતર અને તેનો ઉછેર કરી પર્યાવરણ અને ઓક્સિજન પાર્ક નું નિર્માણ કરી દેશસેવા અને દેશભક્તિ નો સરળ રસ્તો બતાવ્યો છે.

આ તકે ઉપયોગી વૃક્ષ ના રોપાઓ ફાળવવા માટે ગોંડલ વન વિસ્તરણ વિભાગના આરએફઓ,ફોરેસ્ટર અધિકારીઓનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મીની ઓક્સિજન પાર્કની નિર્માણ વ્યવસ્થામાં ગોંડલના હિતેશભાઈ દવેનું માર્ગદર્શન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...