તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્ત્વાકાંક્ષા:ગોંડલની યુવતીનું દુબઇથી અનાજ, કઠોળનું ગલ્ફ દેશોમાં નિકાસ નેટવર્ક; વર્લ્ડ ટોપ બિઝનેસ વુમનની યાદીમાં સામેલ થવાનું સ્વપ્ન

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનલ દુધાત્રાની તસવીર - Divya Bhaskar
સોનલ દુધાત્રાની તસવીર
  • સોનલ ત્યાં 15 લોકોને રોજગારી આપે છે

સ્વપ્નને સિધ્ધ કરવા કઠોર મહેનત કરવી પડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ મહેનત ઉગે પણ ખરી એમાં પણ મીનમેખ નથી. મૂળ ગોંડલના વતની અને હાલ દુબઈ સ્થાયી થયેલી હોનહાર યુવતી અને એમ. કોમ, ca, ipcc ના અભ્યાસમાં સતત ટોપર રહેલી દુધાત્રા સોનલ જગદીશભાઈએ વર્લ્ડની ટોપ બિઝનેસ વુમનના લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવાનું લક્ષ્ય સેવવામાં આવ્યું છે.

છ મહિનામાં 2 કરોડ ટર્નઓવર
હાલ તેઓએ દુબઈ ખાતે KIC FOODS થી બિઝનેસની શરૂઆત કરી દેવામાં આવી છે. જેના માટે પાંચ વર્ષ નોકરી કરી અનુભવ મેળવી ઈમ્પોર્ટ - એક્સપોર્ટનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે, અલબત્ત કોઈ પણ જાતની મૂડી વગર છ મહિનાની સખત મહેનત પછી આશરે બે કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાના આરે પહોંચ્યા છેે તેઓ આ માટે ગોંડલ, રાજકોટ, જામનગર, ડીસાના માર્કેટીંગ યાર્ડમાંથી કર્તવ્ય ઇનકોર્પોરેશન નામે અનાજ કઠોળની ખરીદી કરી ગલ્ફના દેશોમાં નિકાસ કરી રહ્યા છે અને આવતા એક વર્ષમાં યુરોપમાં પણ માર્કેટ બનાવવા પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે.

એક્સપોર્ટમાં મદદ કરવા 15 લોકો રાખ્યાં
પુત્રીના સ્વપ્નને સિધ્ધ કરવા જગદીશભાઈ દુધાત્રા તો સાથ સહકાર આપી રહ્યા છે પરંતુ સોનલબેનના પતિ ઉર્વીષભાઈ પણ ખભે ખભો મિલાવી પત્નીના સ્વપ્નને સાકાર કરવાની મહેનતમાં લાગી ગયા છે. નોંધનીય છે કે સોનલે દુબઇમાં પણ આ નિકાસ લક્ષ્યાંકને પહોંચી વળવા 15 લોકોનો સ્ટાફ રાખ્યો છે અને અહીં વતનમાં પણ યુવાનોની નિમણુંક કરી છે જે તેમને એક્સપોર્ટમાં મદદરૂપ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...