તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ગોંડલનો યુવાન એક કરોડથી વધુ રકમનું ફુલેકું ફેરવી ભોંભીતર

ગોંડલ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગોંડલ શહેર પંથકમાં બે-પાંચ કરોડનું ફુલેકુ ફેરવવું આમ વાત થઈ ગઈ હોય તેમ ભોજરાજપરાનો યુવાન ક્રિકેટના સટ્ટામાં કરોડો રૂપિયા ગુમાવી ગામ મૂકી પલાયન થઈ ગયાની ચર્ચા હજુ શમી નથી ત્યાં મોબાઈલ શોપ ધરાવતો યુવાન કરોડથી વધારેની રકમનું ફુલેકુ ફેરવી નો-દો-ગ્યારા થઈ જતા લેણદારોને ઠંડીમાં ગરમી ચડી ગઇ છે. ગોંડલના પંચવટી સોસાયટીમાં રહેતા અને કડિયા લાઈન વિસ્તારમાં ભાડેથી મોબાઈલની દુકાન ધરાવતો યુવાન એક કરોડ કરતા વધુ રકમનું ફુલેકુ ફેરવી નાસી જતા ખાસ કરીને લેણદારોમાં વધુ ચર્ચાઓ થવા લાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મધરાતે આ ફુલેકુ ફેરવનાર યુવાનની મોબાઈલની દુકાનમાં જ આગ લાગી હોય આ આગ આકસ્મિક હતી કે કૃતિમ રીતે લાગી છે તે પણ તપાસનો વિષય બની જવા પામ્યો છે. આ પહેલા શહેરમાં ઉચ્ચ અધિકારીઓના વચેટિયા તરીકેનું કામ સાથે સરકારી કોન્ટ્રાક્ટ રાખતા યુવાને કરોડોનું ફુલેકુ ફેરવ્યું હતુંં. જીભે થોડા અચકાતા પંચવટી સોસાયટીના યુવાને પણ થોડા સમય પહેલા નવી ગાડી છોડાવી નાણાં ધીરનારાઓને ભ્રમિત કરી મોટી રકમ મેળવી હોવાની પણ ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો