દુષ્કાળ બનશે ભૂતકાળ:ગોંડલનું વેરી તળાવ ત્રણ દિવસમાં થશે ઓવરફ્લો, નર્મદા નીર આવી પહોંચ્યાં

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સત્તાધીશોએ નર્મદાના નીરનાં વધામણાં કર્યા

ઉનાળાના અંતિમ ચરણમાં શહેરના જીવાદોરી સમાન વેરી તળાવ, આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમના તળિયા દેખાઈ જતા હોય નગરપાલિકા તંત્ર દ્વારા પાણીની અછત સર્જાવાની દહેશતને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને રાજ્ય સરકારને નર્મદાના નીર માટે સતત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને મંજૂરી મળી જતા ગોંડલના સીમાડે નર્મદાના નીર આવી પહોંચ્યા હતા.

નવનિયુક્ત મહિલા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ ઝકરિયા સહિતના સદસ્યો દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

આ તકે કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા ઉનાળાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારને નર્મદાના નીર આપવા સતત રજૂઆત કરવામાં આવતી રહેતી હોય છે અને રાજ્ય સરકાર દ્વારા શહેરના જળાશયોને છલોછલ કરી દેવામાં આવતા હોય છે જેના ફળસ્વરૂપે ગોંડલ શહેરમાં દુષ્કાળ ભૂતકાળ બની જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...