તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઇ પણ સુવિધા જ્યારે લોકો માટે ખોલવામાં અાવે ત્યારે તેના અમુક નિયમ પાલનનો આગ્રહ રાખવામાં આવતો હોય છે અને તેની પાછળ વાજબી કારણ પણ હોવાનું જ. પરંતુ ક્યારેક અણઘડ અને બેફિકરાઇ ડ્રાઇવિંગ કરીને સરકારી મિલકતોને નુકસાનની સાથોસાથ અન્ય વાહનચાલકોને પણ નડતર રૂપ બનવાના કૃત્યો જાણીજોઇને કરવામાં આવતા હોય છે અને તેનું પરિણામ અન્યોને ભોગવવું પડતું હોય છે. ગોંડલના ઉમવાડા અંડરબ્રીજમાંથી ભારે વાહનો પસાર ન થાય તે માટે આગળ જ ગર્ડર મૂકવામાં આવ્યું છે તે ફરી એકવાર ટ્રક ચાલકે તોડી નાખ્યું હતું.
કેટલાક વાહનચાલકોની બેદરકારીના કારણે અન્ય વાહન ચાલકોને યાતના ભોગવવાનો વારો આવતો હોય છે તેવી જ એક ઘટના ગોંડલના ઉમવાળા રોડ પર આવેલા રેલ્વે અંડરબ્રીજ પાસે બની છેે. પ્લાસ્ટિકના ગઠ્ઠા ભરી પુરપાટ ઝડપે દોડી આવેલા ટ્રકચાલકે જોયા જાણ્યા વગર ગર્ડરમાંથી ટ્રક પસાર કરવાની બેવકુફી કરતા તોતિંગ ગડર જમીનદોસ્ત થયું હતું.
ઉમવાળા અંડરબ્રિજ ના ગર્ડર તૂટવાના અવાજથી આસપાસની સોસાયટીના લોકો સ્થળ પર ધસી આવ્યા હતા જ્યારે GJ04X 8808 નો ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા રેલવે પોલીસ, રેલ્વે પ્રોટેકશન ફોર્સના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાને પગલે ઉમવાડા રોડ પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો જ્યારે ટ્રકમાં ફસાયેલા ગર્ડરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.
સ્લોપમાં વાહન પાર્કિંગ
અંડરબ્રિજના સ્લોપમાં રાત્રિના સમયે કાર, ઓટો રીક્ષા, છોટા હાથી તેમજ મેટાડોર, ટ્રક સહિતના વાહનો રોંગ સાઈડમાં પાર્ક કરી દેવામાં આવતા હોય વાહનચાલકોને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે આ અંગે આરપીએફ દ્વારા પાર્કિંગ કરતા વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પહેલાં પણ બની હતી ઘટનાઓ
આ પહેલા ચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં પાણી ભરાયેલા હોવા છતાં પેસેન્જર સાથેની એસટી બસ ડ્રાઇવર દ્વારા ફરજિયાત પસાર કરતાં બસ પાણીમાં ફસાઈ હતી અને લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની ફરજ પડી હતી.
થોડા સમય પહેલાં જ એક કન્ટેનર સાથેનો ટ્રક ગર્ડર અને બ્રિજમાં ફસાયો હતો જે અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી તેમ છતાં પણ કેટલાક વાહનચાલકો દ્વારા મનમાની કરાતી હોય અન્ય વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.