સમસ્યા:ગોંડલના ઉમવાડા અને ભુણાવા ચોકડી બન્યા અકસ્માત ઝોન

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ અને સ્ટેટ હાઇ-વે પર સીસીટીવી, દિશા સુચક બોર્ડ અને નિશાનીના અભાવે છાશવારે સર્જાય છે દુર્ઘટના - Divya Bhaskar
નેશનલ અને સ્ટેટ હાઇ-વે પર સીસીટીવી, દિશા સુચક બોર્ડ અને નિશાનીના અભાવે છાશવારે સર્જાય છે દુર્ઘટના
  • નેશનલ અને સ્ટેટ હાઇવે પર વસેલા અનેક ગામના લોકો જીવે છે સતત ભયના ઓથાર તળે
  • મહિને 4 થી 6 માનવ જિંદગીનો ભોગ લેવાઇ રહ્યો હોવા છતાં પૂરતી રોશની અને સીસીટીવીનો અભાવ

સૌરાષ્ટ્રનો મોટો તાલુકો ગણાતા ગોંડલ પાસે રીબડાથી લઈ ચોરડી સુધી 26 કિમીનો નેશનલ હાઈવે આવેલો છે, આ ઉપરાંત ગોંડલથી વાસાવડ 31 કિલોમીટર અને ગોંડલથી રામોદ 15 કિલોમીટર , ગોંડલ થી કોલીથડ 10 કિલોમીટર સ્ટેટ હાઇવે આવેલ છે. ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા આ માર્ગો પર છાશવારે અકસ્માતો સર્જાતા હોય વારંવાર માનવ જિંદગી હોમાઈ રહી હોય ચિંતાનો પ્રશ્ન બની જવા પામ્યો છે. ગોંડલ શહેર પંથક તેની ઐતિહાસિક ધરોહરના કારણે વિશ્વ વિખ્યાત તો છે જ પરંતુ નેશનલ હાઈવેને લગોલગ રીબડા, ભુણાવા, ભરૂડી, શેમળા, ભોજપરા, જામવાડી થી ચોરડી સુધી નેશનલ હાઈવે પસાર થતો હોય આ ઉપરાંત સ્ટેટ હાઇવે માટે પણ ગોંડલ શહેર મુખ્ય ગણાતું હોય વાહન વ્યવહાર વધવાના કારણે છાશવારે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પોલીસ ચોપડે સરેરાશ મહિને 4 થી 6 લોકોના અકસ્માતના કારણે મોત નોંધાઈ રહ્યા છે. આવી જ નોંધ સરકારી દવાખાને પણ થઈ રહી છે ફેટલ થવાની સાથોસાથ ઘાયલ દર્દીઓની સંખ્યા પણ સરકારી દવાખાને વધુને વધુ નોંધાઇ રહી છે.

સર્વિસ રોડ અને બ્રિજની ગેરહાજરીથી વાહનચાલકો ભયભીત
ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે હાઇવે ઓથોરિટી સર્વિસ રોડ અને તેના પુલ બનાવવાનું ભૂલી જ ગઈ હોય આ સ્થળ પર મુખ્ય અકસ્માતનું કારણ સર્વિસ રોડ અને ન બનેલા પુલ જરૂરથી ગણી શકાય તેમ છે. ઉમવાડા ચોકડી એ રાત્રી દરમિયાન કોઈ જ લાઇટની વ્યવસ્થા નથી સરકારે પૈસાના પાણી કરી લોખંડનો બનાવેલો વોકિંગ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન થયો છે, તો આશાપુરા ચોકડી પાસે પોલીસ તંત્ર દ્વારા બેરીકેડ ગોઠવાયા છે, પરંતુ લાઇટિંગ અને સીસીટીવી કેમેરાનો અભાવ આશાપુરા ચોકડી એ ખાસ જણાઈ રહ્યો છે આશાપુરા ચોકડીએ પોલીસ ચોકી પણ બનાવાઇ છે પરંતુ સ્ટાફનો અભાવ પોલીસ માટે પણ માથાના દુખાવા સમાન છે.

અનેક અકસ્માતો તો ચોપડે ચડતાં જ નથી
ગોકળ ગતિએ ચાલતા સાંઢીયા પુલ ઓવરબ્રિજના કામને લઈને ગુંદાળા રોડ પરથી જ ભારેખમ વાહનો ને પસાર થવાની ફરજ પડે છે અને તેના કારણે અકસ્માતો ગુંદાળા રોડ, બસ સ્ટેન્ડ ચોક, ત્રણ ખૂણીયા, જેલ ચોક અને પાંજરાપોળ સુધી વારંવાર સર્જાયા કરે છે ઘણા અકસ્માતની નોંધ તો સરકારી ચોપડે થતી પણ નથી.

અન્ય સમાચારો પણ છે...