તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુદરતની કરુણતા:કોરોનાની સારવાર લઇ રહેલા ગોંડલના બે સગાભાઇના અડધો કલાકના અંતરે નિધન

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલા પરિવારના બે ભાઇએ એકસાથે અનંતની વાટ પકડતાં પરિવાર શોકમગ્ન

ગોંડલના કલોલા પરીવારના કોરોનાથી સંક્રમિત થયેલા મોટા અને નાના ભાઇના અડધો કલાકના અંતરે નિધન થતા પરિવાર પર આભ તૂટી પડવા પામ્યું છે. શહેરના ગુંદાળા રોડ પર આવેલ ડેકોરા સીટીમાં રહેતા ભગવાનજીભાઈ કાનજીભાઈ કલોલાનું ગતરાત્રીના સવા નવ વાગ્યે કોરોનાના કારણે નિધન થયું હતું. કુદરતની કરુણતા એ હતી કે ભગવાનજીભાઈ નાનાભાઈ ચંદુભાઈ છેલ્લા એક માસથી કોરોના સંક્રમિત હોય વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા હતા, તેઓને ભગવાનજીભાઈના નીધનની ખબર દેવામાં આવી ન હતી, પરંતુ રાત્રિના પોણા દસ વાગ્યે ચંદુભાઈએ મોટાભાઈની સાથે સાથે અનંતની વાટ પકડતા કલોલા પરીવાર પર આભ તૂટી જવા પામ્યું છે.

બનાવ અંગે ભગવાનજીભાઈના પુત્ર સતીષભાઈ કલોલાએ જણાવ્યું હતું કે ચંદુભાઈ કલોલા દેવડા મુકામે ડેમ ઉપર PGVCLમાં સર્વિસ કરતા હતા. ગત 2 એપ્રિલના વેક્સિન લીધા બાદ 8 એપ્રિલના કોરોના પોઝિટિવ થયા હતા. હોમ કોરન્ટાઇન રહેવા છતાં તબિયતમાં સુધારો ન થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ભગવાનજીભાઈ ગત સપ્તાહે કોરોના સંક્રમિત થતા સારવાર માટે રાજકોટ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમની સારવાર કારગત ન નિવડતા રાત્રિના સવા નવે નિધન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...