જલસા જેલમાં સ્કોડની સરપ્રાઇઝ ચેકિંગ:ગોંડલની સબજેલમાં ચુંટણીને અનુલક્ષી કડક ચેકિંગ હાથ ધરાઈ; લુખ્ખી ચલાવનાર કેદીઓમાં ફફડાટ મચી ગયો

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ છેલ્લા કેટલાક સમયથી માથાભારે કેદીઓને લઈને ચર્ચામાં રહેલી ગોંડલની સબજેલમાં વિધાનસભા ચુંટણીઓ અને આચારસંહિતાને અનુલક્ષીને આજે શુક્રવારે DySp ઝાલા, SOG PI જાડેજા, LCB PI ઓડેદરા, સીટી PI સાંગાડા ઇન્ચાર્જ જેલર ધમભા રાણા સહિતની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી જેલમાં લુખ્ખી ચલાવતા કેટલાક માથાભારે કેદીઓના સીન વીખી નાખી સપાટો બોલાવતા કેદીઓમાં ફફડાટ મચી ગયો હતો.

સબજેલમાં સન્નાટો મચી ગયો
ગોંડલ સબજેલમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે કેદીઓએ ઉપાડો લીધો હોઈ જેલ કર્મચારીઓએ આ કેદીઓના ત્રાસની વિગતો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. એ રજુઆતનો હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળી રહ્યો નથી. શું ઉચ્ચ અધિકારીઓ પણ આ કેદીઓને છાવરે છે? ગોંડલની જલસાજેલ તરીકે ઓળખાતી સબજેલ હમેંશા કંઈને કંઈ ઘટનાને લઈને ચર્ચામાં રહેતી હોય પોલીસ સ્કોડ દ્વારા કડક હાથે ચેકિંગ હાથ ધરાયુ હતું. જેથી, સબજેલમાં સન્નાટો મચી ગયો હતો. જોકે, ચેકિંગ દરમિયાન કોઈ પ્રતિબંધિત વસ્તુઓ હાથ લાગી નથી સ્કોડ પહેલા પણ જેલના કહેવાતા અમુક કર્મચારી માથાભારે કેદીઓને જાણ કરી આપે છે.

બાહુબલી ગણાતા કેદીઓને ખાખીનો આકરો ડોઝ
સબજેલમાં આ પહેલા સ્કોડ દ્વારા ચેકીંગમાં 2 મોબાઈલ મળી આવ્યા હતાં. થોડા દિવસ પહેલા સ્કોડ દ્વારા પંદરથી સતર જેટલા બાહુબલી ગણાતા કેદીઓને ખાખીનો આકરો ડોઝ અપાયો હોય કહેવાતાં બાહુબલી ઢીલાઢફ બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...