તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:ગોંડલના સેવાભાવીએ લીધો કોરોના સંક્રમિત દર્દીઓની સેવા-ચાકરીનો ભેખ

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની કોરોના સંક્રમિત, છતાં પ્રફુલ્લભાઇની નિત્ય સેવા અટકી નથી

કપરા કોરોના કાળ ની બીજી લહેર રીતસર હાહાકાર મચાવ્યો છે. આવી કપરી પરિસ્થિતિ માં ઘણા કેસમાં સગા સ્નેહી કે કોઈ ઘરનું વ્યક્તિ પણ સાથ નથી આપતું તેવા માં ગોંડલના પ્રફુલ રાજ્યગુરુ અનોખી સેવા બજાવી રહ્યા છે. તેમના પત્ની કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમ છતાં સેવાના નિત્યક્રમમાં પ્રફૂલ્લભાઇએ કોઇ ફેરફાર કર્યો નથી.

ગોંડલ માનવ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ સિવિલ હોસ્પિટલમાં 24 કલાક સેવા આપી રહ્યા છે અને કોરોના સંક્રમિત દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ખડેપગે રહે છે. છેલ્લા ઘણા વર્ષોથી માનવ સેવાનો ભેખ ધારણ કરી અનોખી સેવા આપે છે અનેક બિનવારસી મૃતદેહો ને જાતે કાંધ આપી અંતિમ વિધિ ની સેવા પણ બખૂબી નિભાવે છે. હાલમાં પ્રફુલભાઈના પત્ની અનિતાબેન જે ગોંડલ નગર પાલિકાના સદસ્ય છે અને ગોંડલ બાલાશ્રમમાં ચેરમેન તરીકે સેવા આપે છે તે પણ હાલ કોરોનાથી બચી શક્યા નથી અને તે પણ કોરોના પોઝિટિવ આવતા તે ઘરે જ સારવાર લઇ રહ્યા છે પરંતુ પ્રફુલભાઈ એ પત્નિની પણ ચિંતા ન કરી અને પોતાની સેવા અવિરત ચાલુ જ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...