તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરીટેજ:ગોંડલના રાજવી પેલેસના મ્યુઝિયમ નૂતન વર્ષથી ફરી ખુલ્લા મુકાશે, દેશ-વિદેશના સહેલાણીઓ મ્યુઝિયમ નિહાળી શકશે

ગોંડલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરબારગઢ (નવલખા પેલેસ) અને ઓર્ચાડ પેલેસને તકેદારીના ભાગરૂપે બંધ કરાયા હતા

ગોંડલ રાજવી પરિવાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને લઇ લોકડાઉનની શરૂઆતથી જ દરબારગઢ (નવલખા પેલેસ) અને ઓર્ચાડ પેલેસ મ્યુઝિયમને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા આગામી નૂતન વર્ષના દિનથી જ સહેલાણીઓ માટે ફરીથી મ્યુઝિયમ ખુલ્લા મુકવામાં આવનાર છે. ગોંડલ રાજવી પરિવાર દ્વારા કોરોના ને ધ્યાને લઇ ત્રણે મ્યુઝિયમ બંધ કરી દેવામાં આવ્યા હતા હાલ દેશ અનલોક તરફ જઈ રહ્યો હોય પ્રવાસીઓનું આવન-જાવન ધીમે ધીમે વધી રહ્યું હોય રાજવી પરિવાર દ્વારા આગામી નૂતન વર્ષના દિવસથી ફરીથી ત્રણે મ્યુઝિયમ ખુલ્લા મૂકવા નિર્ણય લેવાયો છે.

આ અંગે રાજવી પરિવાર દ્વારા જણાવ્યું હતું કે પ્રતિવર્ષ દેશ-વિદેશથી અનેક સહેલાણીઓ દરબારગઢ (નવલખા પેલેસ)માં આવી ક્રોકરી મ્યુઝિયમ, બગીઓ તેમજ રાજવી કાળની ચીજ વસ્તુઓ જોઈ અચંબિત થતા હોય છે, સાથોસાથ ઓર્ચાડ પેલેસ તેમજ ગાર્ડન જોઈ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જતા હોય છે હાલ નૂતન વર્ષના દિવસથી ફરીથી મ્યુઝિયમ ખુલ્લા મુકવામાં આવી રહ્યા હોય સહેલાણીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને સરકારી ગાઈડ લાઈનનું પાલન કરી મ્યુઝિયમ નિહાળી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો