તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુ ભી કભી ત્રાસ દેતી હૈ:ગોંડલના મકાન પર કબજો જમાવી પુત્રવધૂની રાજકોટ રહેતા સાસુ, સસરાના ઘરે દબંગગીરી

ગોંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પુત્રવધૂનાં ત્રાસથી કંટાળીને અંતે વૃદ્ધ સાસુ, સસરા પોલીસનાં શરણે પહોંચ્યા

ગોંડલમાં તબીબનાં પત્નીએ સ્ત્રી તરફી કાયદાનો ગેરઉપયોગ કરી વૃધ્ધ સાસુ સસરાને રાજકોટ ભાડાનાં મકાનમાં રહેવાં મજબુર કર્યા બાદ રાજકોટ પહોંચી સાસુ સસરા અને પતિને ધમકાવી ખોટાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ધમાલ મચાવતાં વૃધ્ધ દંપતીએ પોલીસ સ્ટેશન દોડી જઇ પુત્રવધૂનાં ત્રાસથી છોડાવવાં અરજ કરી હતી.

રાજકોટનાં લક્ષ્મીનગર મેઇનરોડ ત્રિમૂર્તિ ટાવરમાં રહેતાં મૂળ ગોંડલનાં નિવૃત શિક્ષક મનજીભાઈ સાવલિયાએ માલવીયાનગર પોલીસ ચોકીમાં રજૂઆતમાં જણાવ્યું કે તેમની પુત્રવધૂ હિરલ તેમનાં ભાડાનાં ફ્લેટ પર ધસી આવી હતી. દેકારો સાંભળી સિક્યુરિટી મેન દોડી આવતાં હિરલે તેની સાથે ઝગડો કરી ધક્કે ચડાવ્યો હતો. હું તમને બધાંને ખોટાં કેસમાં ફીટ કરી સલવાડી દઇશ તેવી ધમકી આપી હતી અને તેની પુત્રી જે અમારી સાથે છે તેને લઇ જવાની પણ ધમકી આપી હતી.

મનજીભાઈએ વધુમાં જણાવ્યું કે મારા પુત્રના લક્ષીતનાં લગ્ન કુંકાવાવનાં દેવગામનાં વાલજીભાઈ ભુસાની પુત્રી હિરલ સાથે 2011 માં થયાં હતાં. લગ્નના થોડા જ સમયમાં હિરલે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. હિરલ મારાં પુત્ર અને પૌત્રીને મારઝૂડ પણ કરતી. તેની સામે ગોંડલ પોલીસમાં માર્ચ 2020માં ફરીયાદ પણ કરી હતી. ત્યારબાદ હિરલે અમારા પર કુંકાવાવ પોલીસમાં દહેજ ધારા અંગે ખોટી ફરિયાદ કરી હતી. કજીયા કંકાસથી ત્રસ્ત થઈ હું અને મારાં પત્ની રાજકોટ રહેવાં આવી ગયાં હતાં.

હિરલ માવતરે ચાલી જતાં લક્ષીત અને પૌત્રી પણ અમારી સાથે રાજકોટ રહેવાં આવી ગયાં હતાં.દરમ્યાન જુલાઈ માસમાં મારા ગોંડલ સ્થિત મકાનનાં તાળાં તોડી હિરલે કબ્જો કરી લીધો હતો. જે આજ સુધી તેની પાસે હોય અમે ગોંડલ જઇ શકતાં નથી.અમે સતત ડર અનુભવતાં હોય પુત્રવધુ સામે કાર્યવાહી કરવાં અંતમાં જણાવાયું હતું.

હિરલનું નિવેદન નોંધવા તજવીજ શરૂ
મનજીભાઇની અરજી અમને ત્રણ દિવસ પહેલા મળી અને અમે સત્યતાની ખરાઇ કરવા માટે તેમજ હિરલને નિવેદન આપવા માટે બોલાવી છે પરંતુ હજુ હિરલ હાજર થઇ નથી. એકાદ-બે દિવસ હજુ રાહ જોઇશું, અન્યથા ગોંડલ જઇ હિરલનું નિવેદન નોંધવા કાર્યવાહી કરવામાં આવશે. > કે.એન. ભુકણ, પી.આઇ.માલવિયા નગર પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો