મારામારી:‘તે પેસેન્જર કેમ બેસાડયા’કહી રિક્ષાચાલકને ઢોરમાર માર્યો, ગોંડલની ગુંદાળા ચોકડીનો બનાવ

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
  • પેસેન્જર બેસાડી જતો હતો ત્યારે રિક્ષાના કાચ તોડી નાખ્યાની ફરિયાદ

ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે રીક્ષામાં પેસેન્જર બેસાડવા મામલે વિજય પરમાર નામના યુવકને શખ્સે જ્ઞાતિ પ્રેત્યે હડધુત કરી ઢીકાપાટુનો મારમાર્યોની અને એટ્રોસીટી એકટ હેઠળ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી વિજયભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.25) (રહે.દેવળીયા, કોટડા સાંગાણી)એ જણાવ્યું હતું કે હું રીક્ષા ચલાવવાનો ધંધો કરે છું. અને મંગળવારના રોજ ગોંડલની ગુંદાળા ચોકડીએ પેસેન્જર ઉતારી ગોંડલ બસ સ્ટેન્ડ તરફ જતો હતો. ત્યારે ત્યાં ઉભેલા પેસેન્જરને મે રીક્ષામાં બેસાડયા હતાં ત્યારે એકાએક ઘસી આવેલા રીક્ષાચાલક સાહીલ ગામેતી નામના શખ્સે તે મારા પેસેન્જર કેમ બેસાડયા તેમ કહી રીક્ષાની ચાવી કાઢીને ઝઘડો કરી ઢીકાપાટુંનો માર મારવા લાગ્યો હતો. જે બાદ હું ત્યાંથી ભાગવા જતા મારી રીક્ષા આડે તેમની રીક્ષા નાખી ફરીથી મને પાઈપથી ફટકાર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને રીક્ષાનો કાચ તોડી નાખ્યો હતો.

આ મારામારના બનાવના પગલે થોડીવારમાં જ અનેક માણસો એકઠા થઈ જતાં હું ગુંદાળા ચોકડીથી નિકળી ગયો હતો. મારામારીના આ બનાવ અંગે વિજય પરમારે સાહીલ ગામેતી વિરૂદ્ધ ગોંડલ સીટી પોલીસ મથકે મારામારી અને રીક્ષાનો કાચ તોડી નુકશાન કર્યાનો અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા અંગેની એટ્રોસીટી એકટ હેઠળ ફરીયાદ નોંધવામાં આવી હતી. જે અંગે રૂરલ એસસી એસટીસેલના ડીવાય એસપી મહર્ષિ રાવલે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...