PMના દીર્ઘાયુ માટે રાખડી:ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્યે વડાપ્રધાન મોદીને મોકલી રાખડી; 'કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી' નામે પત્ર પણ લખ્યો

ગોંડલ2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે અને મહિલાઓ માટે ઘણું આપ્યું છે, ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગોંડલના મહિલા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલાવી છે. તેમની સાથે રાજકોટ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રીનાબેન ભોજાણી, ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શીતલબેન કોટડીયા, અસ્મિતાબેન રાખોલીયા, સોનલબેન ધડુક સહિતનાઓએ પણ વડપ્રધાનને રાખડી મોકલી છે. સાથે જ "કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી" નામે વડાપ્રધાનને ગોંડલની મહિલાઓ તરફથી એક પત્ર પણ લખ્યો છે.

વડાપ્રધાનના દીર્ઘાયુની કરી પ્રાર્થના
રક્ષાબંધનના પવિત્ર પર્વ પર રાખડીની સાથે હીરના તાંતણે આપશ્રીના ઉત્તમ આરોગ્ય દીર્ઘાયુ તેમજ કુશળ સુશાન સુરક્ષીત રહે અને આપની દેશ માટે વિકાસની દ્રઢતા વધુને વધુ વેગવંતી બને એ સામર્થ્ય આપને માતાજી પુરૂ પાડે એવી માતાજીના ચરણોમા અમારી સર્વે બહેનોની પ્રર્થના.." વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રક્ષા માટે પવિત્ર રાખડીઓ મોકલવામાં આવી અને નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરવામાં આવી.

ગોંડલ મત વિસ્તારની બહેનો તરફથી મોકલાવી રાખડી
આપ જેવા વીર પુરૂષ દેશને પ્રાપ્ત થયા છે, દેશનું રક્ષા કવચ આપ બનીને દિનરાત જોયા વગર ખડે પગે સતત દેશની ચિંતા કરી રહ્યા છો, ત્યારે આ પવિત્ર પર્વ ઉપર આપને રાખડી બાંધતા અમો સર્વો ગોંડલ મત વિસ્તારની બહેનો ગૌરવ સાથે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ.." આવું લખીને પત્રમાં વડાપ્રધાનના દીર્ઘાયુ રહે જેથી દેશને એમની સેવાનો લાભ હમેશા મળતો રહે તેવી પ્રથાના કરવામાં આવી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...