પરીક્ષા:ગોંડલનો ફાયર સેફ્ટી વિભાગ વધુ સજ્જ, 16 કર્મીની નિમણૂક

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવર, ક્લીનર, તરવૈયાની પાટણ યુનિ. ખાતે પરીક્ષા લેવાઇ

ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ રાજકોટ જિલ્લામાં અવ્વલ નંબરની ગણાય છે. કુદરતી આફતો, હોનારત કે કોઈપણ દુર્ઘટનામાં ગોંડલના ફાયર ફાઇટરો તાકીદે પહોંચી કામે લાગી જતા હોય છે. નગરપાલિકા તંત્ર અને સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા 16 જેટલા પ્રશિક્ષિત કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે.

પ્રશિક્ષિત કર્મચારીઓની નિમણુક અંગે નગરપાલિકા પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા તેમજ સ્ટાફ સિલેક્શન કમિટીના ચેરમેન કાંતાબેન જયંતીભાઈ સાટોડિયાએ જણાવ્યું હતું કે ગોંડલ શહેરનો વ્યાપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. કુદરતી આફત કે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી હોય ફાયર સ્ટેશન વિભાગમાં સ્ટાફની તાતી જરૂરિયાત હોય રાજ્ય સરકારના આદેશ અનુસાર પાટણ યુનિવર્સિટી ખાતે ઇચ્છુક ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી 16 જેટલા કર્મચારીઓની ભરતી કરાઇ છે. આ ભરતીને કારોબારી ચેરમેન સહિતના અધિકારીઓએ આવકારી હતી.

ઉમવાડા ચોકડીએ અદ્યતન ફાયર સ્ટેશન બનશે
આ તકે પાલિકાના સદસ્ય અને ભાજપ અગ્રણી પૃથ્વીસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી ખાતે અદ્યતન ફાયર સ્ટેશનનું હબ ઉભું કરવામાં આવનાર છે. આ હબ ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, લોધીકા, કોટડા સાંગાણી અને જસદણ તાલુકા માટે સેન્ટર પોઇન્ટ ગણાશેે.

અન્ય સમાચારો પણ છે...