વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં ગુજરાતીનો ડંકો:ગોંડલની દીકરી મોઢે જ 107 દાખલા માત્ર 90 સેકન્ડમાં ગણે છે; 9 વર્ષની ધ્વનિએ ગણિતને બનાવ્યું સરળ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમને પૂછવામાં આવે કે 891 ભાગ્યા 9 તો તમેં તરત જ તેનો જવાબ આપી શકો ? ચોકસ ઘણા બધાને કેલ્ક્યુલેટરની જરૂર પડે જ, તો શું કેલ્ક્યુલેટર કરતા પણ વધુ ઝડપથી કોઈ ગણતરી કરી શકે ? આંખના પલકારા કરતા પહેલા, તો એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આવું જ કંઈક કરી બતાવ્યું છે ભગવદ્દભૂમિ ગોંડલની એક નાનકડી દીકરી ધ્વનિએ. નજરે જોતા વિશ્વાસ ન આવે અને જે દાખલો કેલ્ક્યુલેટરમાં ગણીને લખતા જ 4થી 5 સેકન્ડ થાય એવા 100થી વધુ દાખલા માત્ર 90 સેકન્ડમાં ગણી આપે છે કોઈપણ મોબાઈલ નંબરના 10 અંક બોલો તો જેવું બોલવાનું પૂરું થાય કે તરત જ તેની પાસે જવાબ તૈયાર હોય છે.

ધ્વનિએ વિશ્વકક્ષાએ નામના મેળવી
ગોંડલની ધ્વનિ વેકરિયાએ 2019માં બ્રેઇન ડેવલપ્મેન્ટ સેન્ટરના માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરાના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી. અને ડિસેમ્બર 2019માં કમબોડીયા ખાતે યુસીમાસની આંતરરાષ્ટ્રીય મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં માત્ર 8 મિનિટમાં 200 દાખલા ગણી વિશ્વકક્ષાએ ચેમ્પિયન થયી. ત્યારબાદ કંઈક નવી જ સિદ્ધિ હાંસલ કરવા માટે ફરીથી એક વખત તૈયારી શરૂ કરી અને 2022માં અઘરા કહી શકાય એવા ભાગાકારને સોલ્વ કરવામાં તેણે જાણે રમત બનાવી દીધી હોય એમ માત્ર 90 સેકન્ડ માં 107 ભાગાકાર કરીને world records indiaમાં પોતાનું નામ નોંધાવ્યું.

ધ્વનિએ ગણિતમાં મહારથ મેળવવાનો સંકલ્પ કર્યો
માત્ર 9 વર્ષની ધ્વનિ દીપેનભાઈ વેકરિયાએ મુશ્કેલ વિષય ગણાતા મેથેમેટિક્સમાં મહારથ મેળવવાનો સંકલ્પ કર્યો. પાયાના ગણિતમાં સૌથી અઘરા કહી શકાય એવા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ઉપર અબેકસ પદ્ધતિ દ્વારા મહેનત વડે ગજબની પકડ મેળવી લીધી.

6 મહિનાથી રોજ તૈયારી કરી
ધ્વનિએ પોતાનો રેકોર્ડ બ્રેઇન ડેવલપ્મેન્ટ સેન્ટર યુસીમાસ ગોંડલ ખાતે માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેઇનર રજનીશ રાજપરા અને ઈશાની ભટ્ટના સફળ માર્ગદર્શન હેઠળ, ગોંડલ ફોરેસ્ટ યુથ કલબના પ્રેસિડેન્ટ અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને નાયબ મામલતદાર મનીષભાઈ જોશીની પ્રેરક હાજરીમાં કર્યો. અને સફળતાપૂર્વક માત્ર 90 સેકન્ડમાં 107 ભાગાકારના દાખલા ગણી અને વર્લ્ડ રેકોર્ડ કરીને તેણે સાબિત કર્યું કે નાની ઉંમરે પણ મસમોટી સિદ્ધિ મેળવી શકાય છે. નાની ઉંમરે નામ નોંધાવવા માટેના સફળતા પૂર્વકના આ રેકોર્ડ માટે ધ્વનિએ છેલ્લા 6 મહિનાથી રોજની 4થી 5 કલાકની તૈયારી કરેલી હતી. ધ્વનિને આ રેકોર્ડ માટે તૈયાર કરનાર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બાળકોમાં અદભુત શક્તિઓ પડેલી જ હોય છે. જરૂર છે માત્ર તેમને યોગ્ય માર્ગદર્શન આપીને ધીરજ પૂર્વક તૈયાર કરવાની. જો બાળકને યોગ્ય વાતાવરણ આપવામાં આવે અને તેને યોગ્ય પ્રોત્સાહન મળે તો બાળકો કાઈ પણ સિદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ છે. તેના પિતા દીપેનભાઈએ પણ આ માટે ખૂબ મહેનત કરેલ છે. ધ્વનિની આ સિદ્ધિની નોંધ ફરીથી એક વખત ગોંડલને વિશ્વ કક્ષાએ મૂકેલ છે અને ભગવતભૂમિ ગોંડલનું ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...