તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગોંડલની કંપનીને નકલી દાગીના ધાબડી છેતરપિંડી, અારોપી ઝબ્બે

ગોંડલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાગીના પર સોનાનો ઢોળ ચડાવી 22.60 લાખની લોન લીધી’તી

ગોંડલની કંપનીને નકલી દાગીના ધાબડી છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો. ગોંડલમાં આવેલી મુથુટ ફિનકોર્પ કંપનીમાં ભેળસેળ વાળા ખોટાં દાગીના અવેજ પર મૂકી રુ.22,60,362 ની છેતરપિંડી કરાયાની કંપનીનાં એરિયા મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરાયા બાદ પીઆઇ.એસ.એમ.જાડેજા તથા પીએસઆઇ ગોલવાલકર દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરી આઠ શખ્સની ધરપકડ કરી છે. બનાવમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરી છે. પોલીસે છેતરપિંડીમાં સંડોવાયેલા ગોંડલનાં પ્રશાંત વાજા, મોઇન ગામોટ, ઇમરાન સમા, મેરુન ફાગલીયા, ફિરોઝ સિપાઇ,કરણ તન્ના, દેવેન રાજ્યગુરુ તથાં ધર્મેશ મકવાણાને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. જયારે નાશી છૂટેલાં આશિષ ખખ્ખરને ઝડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરોક્ત શખ્સો એ કાવત્રું રચી પિતળ કે અન્ય ધાતુના ખોટાં દાગીના મુથુટ કંપનીમાં ગીરવે મૂકી અન્ય લોકોનાં નામે રુ.બાવીસ લાખથી વધુની રકમની લોન લઇ કંપની સાથે છેતરપિંડી કરી કંપની ને ચુનો ચોપડી દિધો હતો. કંપનીનું ઓડિટ સામાન્ય રીતે દર ત્રણ મહિને આવતું હોય છે પરંતુ કોરોનાની સ્થિતિમાં એક વર્ષથી ઓડીટ થયું ન હતું. આ દરમ્યાન એપ્રિલમાં કેરળથી ઓડીટ ટીમ આવી હોય ઓડીટ કરતાં લોન ભરપાઇ થઇ ના હોય અધિકારીઓને શંકા જતાં અવેજમાં મુકાયેલું સોનુ ચેક કરતાં નકલી સોનુ હોવાનું બહાર આવતાં ભાંડો ફુટી ગયો હતો.

પોલીસે લાખોની છેતરપિંડીની ઘટનામાં કંપનીનાં કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ અને આ કાવતરાનોમુખ્ય ભેજાબાજ કોણ એ જાણવાં આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...