વિદ્યાર્થીઓ પરેશાન:ગોંડલની કોલેજમાં હજુ ગત વર્ષની શિષ્યવૃત્તિ મળી નથી, આ વખતનું શું ?

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે શિષ્યવૃત્તિના ઓનલાઇન ફોર્મ શરૂ ન કરાતા રજૂઆત
  • અમેરા લો કોલેજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પરેશાન

ગોંડલની અમેરા લો કોલેજમાંં ગત વર્ષે શિષ્યવૃત્તિ મળી નથી, આ વખતે હજુ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ ન કરાતાં નાયબ નિયામકને રજૂઅાત કરાઇ છે.ગોંડલ ભગવતપરામાં રહેતા સામજિક કાર્યકર નીતિન સાંડપાએ નાયબ નિયામક અનુસુચિત જાતિને પત્ર લખી રજૂઆત કરી હતી કે અમેરા લો કોલેજ ગોંડલ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ -૨૦૨૧ શિષ્યવૃત્તિ નથી મળી તેમજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧ -૨૨ માટે શિષ્યવૃત્તિ ના ઓનલાઈન ફોર્મ શરુ થયેલ નથી, જેના કારણે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ ન મળવાને કારણે આર્થિક રીતે ખુબ જ હેરાન થાય છે તેમજ આગળ અભ્યાસ કરવામાં પણ તકલીફ થતી હોય છે.

તેમજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧ -૨૦૨૨ માં ગુજરાત માં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હજુ સુધી શિષ્યવૃત્તિ ના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ થયેલ નથી તેથી ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિના ના લોકોનું આર્થિક ભારણ વધે છે તેમજ સહાયથી વંચિત રહેવાથી અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડે છે, પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી.

ઉપરોક્ત વિષય મુજબ ક્યા કારણોસર અમેરા લો કોલેજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2020-21ની શિષ્યવૃત્તિ અનુસુચિત જાતિ વિદ્યાર્થીઓને મળી નથી તેમજ ગુજરાત રાજ્ય માં અનુસુચિત જાતિ વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ ના વર્ષ 2021-22ના ફોર્મ ભરવાના શરુ થયેલ નથી તે જણાવવા અરજ કરાઇ છે. શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે સત્વરે શિષ્યવૃત્તિની સહાય મંજુર થાય તેમજ શૈક્ષણિક વર્ષ 2021-22ની શિષ્યવૃત્તિના ફોર્મ તાત્કાલિક ઓનલાઈન ભરવાના શરુ થાય તેવી અંતમાં માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...