22 ગામોને એલર્ટ કરાયા:ગોંડલનો ભાદર-1 ડેમની પાણીની સપાટી 32.95 ફૂટે પહોંચી, પાણીની સમસ્યા એકઝાટકે દૂર

ગોંડલ18 દિવસ પહેલા

ગોંડલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ડેમ ભરાઈ ચુક્યો છે. ડેમમાં પાણીની સપાટી 32.95 ફૂટે પહોંચી છે. પાણીની આવક 6430 ક્યુસેકની છે. કોઈ પણ સમયે દરવાજા ખુલ્લી શકે એમ છે. ડેમ સાઈટ પર સાયરન વગાડીને દરવાજા ખોલવામાં આવશે. રાજકોટ, જેતપુર સહિતના પંદરથી વધુ ગામોની 22 લાખની વસ્તી પીવાના પાણીની અને 46 ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્યા એકઝાટકે દૂર થઈ ગઈ છે.

ડેમ નીચે આવતા ગામોને એલર્ટ કરાયા
ભાદર -1 ડેમ નીચે ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી લુણાગરા, લુણાગરી, વાડસડા, જામકંડોરણા તાલુકાના તરવડા, ઈશ્વરીયા, ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી, ઉમરકોટ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

સારો વરસાદ પડતા જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, સહિતના અનેક ગામો પર ઘેરાતું જળસંકટ દૂર થયું છે. હાલ સારો વરસાદ થયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર -1 ડેમમાં પાણી છલોછલ ભરાતા સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ભાદરડેમની ઉંડાઇનુ લેવલ 34 ફૂટ છે.

અન્ય સમાચારો પણ છે...