અંડર બ્રિજ ફરી રીપેરીંગ માટે બંધ:ગોંડલનો આશાપુરા અંડર બ્રિજ ફરી રીપેરીંગ માટે ત્રણ દિવસ બંધ કરાયો; લાલપુલ ખાતે સાંજના સમયે વાહનોનો સતત ટ્રાફિકજામ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ નેશનલ હાઇવેથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગમાં આવતાં આશાપુરા અંડર બ્રિજમાં 365 દિવસ પાણી લીકેજની સમસ્યા રહે છે. વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાન થઈ રહી છે. અનેક નાના મોટા વાહન ચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેને લઈને રેલવે તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ માટે આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આશાપુરા અંડર બ્રિજ બંધ કરાતા ઇમરજન્સી વાહનો, નાના મોટા તમામ વાહન ચાલકો લાલપુલ અંડર બ્રિજથી ગોંડલ શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે લાલપુલ ખાતે સાંજના સમયે વાહનોનો સતત ટ્રાફિકજામ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...