• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Gondal Yudh Age Kalyan Charitable Trust Honored The Best And Organizations Doing Service Activities, Khodaldham Chairman Nareshbhai Patel Was Present.

'સેવાનું સન્માન':ગોંડલ યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સંસ્થાઓનું સન્માન કરાયુ, ખોડલધામના અધ્યક્ષ નરેશભાઇ પટેલ રહ્યા હાજર

ગોંડલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલના યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં જાહેર જીવન દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વકતાઓએ સન્માનના આયોજનને સરાહનીય ગણાવ્યો હતો. કાર્યક્રમમાં સુરત સહિતના સ્થળોથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમમાં ઉપસ્થિત ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશભાઇ પટેલે સંસ્થાઓની વિવિધ સેવાઓને બિરદાવી હતી.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, પાસ અગ્રણી અલ્પેશભાઈ કથીરીયા, આરડીસી બેંકના ચેરમેન લલિત રાદડીયા, વરુણ પટેલ, સુરતના એડવોકેટ મેહુલ બોઘરા, પ્રદેશ મહીલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુંમરે સાંપ્રત સમાજમાં સેવાઓનું મુલ્ય સમજનારા શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને બિરદાવી અડીખમ રહેવા જણાવ્યું હતુ. કેટલાક વક્તવ્યમાં ગુજસીટોકના મુદે સરકારની આલોચના સાથે કાયદાનો દુરઉપયોગ થયાનું જણાવાયું હતુ.

કાર્યક્રમમાં જેન્તીભાઈ ઢોલ,અનિરુધ્ધસિહ જાડેજા, સહદેવસિહ જાડેજા, ભુપતભાઇ ડાભી, દિનેશભાઇ બાંભણીયા, જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોશી, કિશોરભાઈ વીરડીયા, શશીકાંત રૈયાણી, યતિષભાઈ દેસાઈ, આશિષભાઈ કુંજડીયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા ઉપરાંત સંતો મહંતોની વિષેશ ઉપસ્થિતી હતી.

અન્ય સમાચારો પણ છે...