તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા ઘણા દિવસોથી ગોંડલ માર્કેટમાં ડુંગળીની અઢળક આવક જોવા મળી છે. આ સાથે જ ડુંગળીથી ઉભરાતા યાર્ડમાં ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આવક શરૂ કરાતાં રાત્રીના જ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી અને એક જ દિવસમાં ડુંગળીના એક લાખ કટ્ટાની આવક થઈ હતી.આ વર્ષે ભારતના મહારાષ્ટ્ર ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં અતિવૃષ્ટીને કારણે ડુંગળીના નિષ્ફળ ગયેલા પાકની વચ્ચે ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
ગોંડલ યાર્ડમાં હાલમાં ડુંગળીની અછતને લઈને મહારાષ્ટ્ર, યુપી,બિહાર,રાજસ્થાન,દિલ્હી સહિતના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યાં હોવાથી ડુંગળીના ભાવમાં ગત સપ્તાહ કરતાં આ સપ્તાહની શરૂઆતમાં જ તેજીનો માહોલ જોવા મળ્યાની સાથે 100 થી 150નો સુધારો જોવા મળ્યો છે.ત્યારે હરાજીમાં સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 131 થી લઈને 341 અને લાલ ડુંગળીના ભાવ રૂ.101થી લઈને 700 સુધીના બોલાયા હતાં.
મહેનત મજૂરી સફળ થયાની ખેડૂતોમાં ખુશી
યાર્ડના વા.ચેરમેને જણાવ્યું હતું કે ડુંગળીની પડતર જ્યારે 150 થી 175 આવતી હોય ત્યારે 300થી ઉપર ભાવ મળે તે સારા કહેવાય અને આ રીતે ખેડૂતોને 700 આસપાસ ભાવ મળ્યા છે. કમિશન એજન્ટ હરેશભાઇ વાડોદરિયાએ ઉમેર્યું હતું કે આટલું વળતર સારું જ કહેવાય.ત્રાકુડાના સરપંચ કેતનભાઇ અમૃતિયાએ જણાવ્યું હતું કે મને 641 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જે સંતોષકારક છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.