તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:ગોંડલનો યુવાન થેલેસેમિક બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજી બર્થડે ઉજવશે

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કોઈ ભભકો કે દેખાડો કરવાને બદલે સમાજમાં કંઇક દાખલો બેસે તેવી સરાહનીય પહેલ

ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથાં વર્તમાન ધારાસભ્ય ગીતાબાનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઇ)નાં જન્મ દિવસ તા.1 જાન્યુઆરીનાં નવા માર્કેટ યાડઁ ખાતે મહા રકતદાન કેમ્પનું આયોજન યુવા ભાજપ દ્વારા કરાયું છે. આ અંગે જ્યોતિરાદિત્યસિંહ કહે છે કે, મારો જન્મ દિવસ અનેકની જિંદગીમાં નવી સવાર અને રોશની લઇને આવે તેનાથી મોટી બીજી મારી કઇ ખુશી હોઇ શકે.

રકતદાન કેમ્પ માં એકત્રિત થનાર રક્ત થેલેસેમિયા પીડીત બાળકો ને વિનામુલ્યે પહોચતું કરાશે. મહા રકતદાન કેમ્પ અંગે યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહે જણાવ્યું કે કોરોનાની ઘાતક મહામારી અને લોકડાઉન વચ્ચે બ્લડબેંકો પાસે લોહીની ભારે અછત સર્જાઇ હોય જરુરીયાતમંદ દર્દીઓની હાલત દયનીય બની હતી.ખાસ કરીને થેલેસેમિયા પીડીત બાળકોની પરિસ્થિતિ અસહ્ય બની હતી.એક બે બનાવમાં પિડીત દર્દીઓ માટે લોહી શોધવાં દોડધામ કરવી પડી હતી.ત્યારે એ નક્કી કર્યુ કે લોહીની અછત અંગે નક્કર આયોજન કરવું. મારા વિચાર ને યુવા ભાજપ ની ટીમે વધાવી લઇ મારાં જન્મ દિવસ નિમિત્તે મહા રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે.ગોંડલ પંથકમાં અનેક બાળકો થેલેસેમિયા થી પીડીત છે.

વારંવાર રક્તની જરુરિયાતને કારણે પરિવાર લાચારી અનુભવે છે.ત્યારે રક્તદાન કેમ્પ માં એકત્રિત થનાર રક્ત થેલેસેમિયા પીડીત બાળકોને પહોચતું કરાશે.ઉપરાંત પ્રસુતા મહીલાઓ કે જરુરીયાતમંદને પણ સેવા અપાશે.મારો જન્મ દિવસ અનેકની જીંદગી બનવાંમાં નિમિત્ત બનશે એથી વધું ખુશી કોઈ હોઈ ન શકે.તા.1 જાન્યુઆરી નાં સવાર થી સાંજ સુધી કેમ્પ કાર્યરત રહેશે.

કેમ્પને સફળ બનાવવા શહેર યુવા ભાજપ પ્રમુખ સમીર કોટડીયા,તાલુકા પ્રમુખ યોગેશ કિયાડા,જયદિપસિહ જાડેજા,ધર્મેન્દ્રસિંહ જાડેજા સહીત યુવા ભાજપ ટીમ ઉપરાંત ભાજપ આગેવાનો પ્રફુલભાઈ ટોળીયા,જિલ્લા ભાજપ મંત્રી અલ્પેશ ઢોલરીયા,ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા,અશોકભાઈ પીપળીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા,યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા,કનકસિંહ જાડેજા તથાં કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.મહા રક્તદાન કેમ્માં યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહની રકત તુલા પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો