તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલનું રાજકારણ ગાંધીનગરથી લઇ દિલ્હી સુધી પ્રખ્યાત છે, હાલ આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 21 બેઠક માટે ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીંના રાજકારણના પડઘા આખા દેશમાં પડતા હોય છે ત્યારે અહીંની બેઠકો પર સહુની નજર રહે તે સામાન્ય છે.
ગોંડલ તાલુકામાં કુલ 1,22,300 મતદાર છે જેમાં પુરુષ 115390, સ્ત્રી 106910 મતદારનો સમાવેશ થાય છે તાલુકા પંચાયતની સુલતાનપુરની બેઠક બિનહરીફ જાહેર થતા ભાજને બોણી થઈ ગઇ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા પણ કમર કસવામાં આવી હોય તાલુકાના 100 બિલ્ડિંગના 153 બુથ માંથી 9 બિલ્ડીંગ 17 બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે.
જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળા નાગડકા, મોવિયા ગ્રામ પંચાયત ઓફિસ, દીપક હાઇસ્કુલ મોવિયા, સરદાર સ્કૂલ મોવિયા, શિવરાજગઢ હાઈસ્કૂલ, શિવરાજગઢ ગ્રામ પંચાયત, શિવરાજગઢ પ્રાથમિક શાળા, હડમતાળા પ્રાથમિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગડકાના 2017 ના પરિબળો, મોવિયાનું અનામત આંદોલન, શિવરાજગઢની સાથણીની જમીનનો પ્રશ્ન, તેમજ હડમતાળા ગામે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વેળાએ થયેલા ઘર્ષણની નોંધ લેવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.