તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:ગોંડલના વેપારીની કાર RTOમાં બોગસ દસ્તાવેજથી ટ્રાન્સફર કરાઇ!

ગોંડલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ દસ્તાવેજ ઊભા કરી વાહન ટ્રાન્સફર કરવાનું કૌભાંડ
  • કાર વેચવા કાઢી ત્યારે ખબર પડી કે પોતાના નામે નથી

ગોંડલના વેપારીની કાર અસલી દસ્તાવેજ અને કાર વિના જ ફક્ત ઓનપેપર ટ્રાન્સફર કરી દેવાઈ હતી. માલિકે કાર વેચવા કાઢી હતી અને ચેક કરતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. હિંમતનગર આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓની મીલી ભગતથી સમગ્ર કારસ્તાન કરાયું હોવાનું મનાઈ રહ્યું છે. આ મામલે પોલીસે હિંમતનગરના શખ્સ સામે ગુનો નોંધ્યો છે અને કાર કબ્જે કરવામાં આવી છે.

ગોંડલમાં યોગી કૃપા, ગાયત્રીનગર શેરી નંબર-૧, બસ સ્ટેશનની બાજુમાં રહેતા વેપારી પંકજભાઈ હસમુખભાઈ રાયચુરાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ઓમપ્રકાશભાઈ અશોકભાઈ જોષી (રહે. ૧૫૮, ચીત્રકુટ સોસાયટી, કાકણોલ, હિંમતનગર) અને અન્ય જે શખ્સોએ કાગળ વગર જ કાર અન્યના નામે ટ્રાન્સફર કરી હતી. .

હિંમતનગર પોલીસે આરોપી ઓમપ્રકાશભાઈ અશોકભાઈ જોષી (રહે. ૧૫૮, ચીત્રકુટ સોસાયટી કાકણોલ, હિંમતનગર) સામે ગુનો દાખલ કરતા આ બનાવટી પાસિંગની કાર કબજે લઈ તેની વધુ તપાસ પો.સ.ઈ. પી.ડી. ચૌધરીએ હાથ ધરી છે.

કેવી રીતે થયો ભાંડાફોડ
પંકજભાઈએ આ સેકન્ડ હેન્ડ કાર નંબર GJ17AH5001 અમદાવાદ કોઈ એજન્ટ મારફતે ખરીદી હતી. વેપારીને કાર વેચવી હતી અને ગ્રાહક લેવા પણ આવ્યા હતા તે વખતે આ કારના નંબર આધારે આવેલા ગ્રાહકે માલિકી ચેક કરતા આ કાર પંકજભાઈના નામે ન હતી પણ અન્ય કોઈના નામે કાર બોલતી હતી એટલે વેપારીએ આરટીઆઈ કરી તો આ કાર તા. ૨૯|૪| ૨૦૧૯ થી તા. ૧૯-૧૨ ૨૦૨૦ના સમયગાળામાં આરટીઓ કચેરી હિંમતનગર મારફતે અન્યને ટ્રાન્સફર કરી હતી.

વેપારીએ કાર ઘરે જ મૂકી રાખી
પંકજભાઈએ જણાવ્યું કે જયા૨થી ખબર પડી કે કાર કોઈના નામે થઈ ગઈ છે ત્યારથી છેલ્લા એક વર્ષથી મારી કાર લઈ ઘરેથી બહાર ગયો નથી. કોણે કઈ રીતે મારી ગાડી અન્યના નામે કરી તેની ચકાસણી કરતા આરટીઓએ મૂળ અસલ ગાડી અને અસલ દસ્તાવેજ વગર કઈ રીતે ગાડી ટ્રાન્સફર કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...