ગોંડલ તાલુકાના વોરકોટડા ગામની સિમ વિસ્તારમાં આવેલી ગોંડલી નદીના કાંઠે બાવળના ઝાડ નીચે દેશી દારૂની ભઠ્ઠી સાથે ગોંડલના જ એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં પોલીસે રેડ કરી કુલ 7540 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડી પાડી વધુ પુછપરછ હાથ ધરી હતી.
ગોંડલ તાલુકા પોલીસે વોરા કોટડા ગામની સિમમાંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે 1 ઈસમને ઝડપી પાડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના PSI એમ.એચ.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમી મળી હતી. જેથી ખાનગી વાહનમાં બેસીને હકીકત વાળી જગ્યા પર પહોંચતા ગોંડલી નદીના કાંઠે નદીના પટમાં બાવળની ઝાડી નીચે એક ઇસમ લોખંડના બેરલો ફેરવતો હતો. તે જગ્યા પર તપાસ કરતા બ્લુ કલરના 14 જેટલા પ્રવાહી ભરેલા બેરલો, 2500 લીટર કાચો આથો, લોખંડના 2 બેરલ, ગેસનો ચુલ્લો સહિતની કુલ મુદામાલ 7540 /- સાથે એજાજ ઉર્ફે ભાણો જુમાભાઈ લાખાણીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.