છાત્રોએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું:ગોંડલના વિદ્યાર્થીઓએ નેશનલ કક્ષાની સબ જુનિયર ડોઝબોલ ગેમમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો; મિક્ષ ઇવેન્ટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડોઝબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં નેશનલ કક્ષાની સબ જુનિયર ડોઝબોલ ગેમનું આયોજન મહારાષ્ટ્રના રત્નાગીરી મુકામે કરવામાં આવ્યું હતું.જેમાં ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અનેં ગેમમાં સારૂ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કર્યો હતો. ડોઝબોલ ગેમએ એશિયાખંડમાં રમાતી એશિયન ગેમ છે, જેનો વર્લ્ડકપ પણ રમાય છે. આવી મહત્વની ગેમમાં ગંગોત્રી સ્કૂલનાં વિધાર્થીઓએ પણ ભાગ લીધો હતો. .

વિદ્યાર્થીઓએ મિક્ષ ઇવેન્ટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું
ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓએ મિક્ષ ઇવેન્ટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ગંગોત્રી પરિવાર અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ગેમમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓમાં (1) જાદવ પ્રતીક (2) ગોળ પ્રિન્સ (3) વીરપરિયા હર્ષ (4)ધામેલીયા જીત (5) વસોયા પ્રીન્સ (6) હડિયા જેમિસ વગેરે ખેલાડીઓને તથા તેમના કોચ શૈલેષ ભટ્ટને ગંગોત્રી સ્કૂલનાં ફાઉન્ડર ચેરમેન સંદિપ છોટાળા, ટ્રસ્ટી દિલીપ હડિયા તેમજ આચાર્ય કિરણબેન છોટાળાએ ખુબ જ ગૌરવની લાગણી અનુભવી હતી. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...