માટીના ગણેશ:ગોંડલના વિદ્યાર્થીએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને ઘરે સ્થાપના કરી; સ્કૂલમાં પ્રોજેકટ બનાવ્યા બાદ વિચાર આવ્યો

ગોંડલએક મહિનો પહેલા

પર્યાવરણ અને આરોગ્ય બંનેને ઉત્તમ રાખવા ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિનું સ્થાપન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે ગોંડલમાં પણ હાલ માટીના ગણેશ સ્થાપવાનો ક્રેઝ વધ્યો છે, પરંતુ અહિં એક યુવક 2016થી માટીના ગણપતિ બનાવી રહ્યો છે. આપણે કોરોનાકાળમાં સ્વાસ્થય અને પ્રકૃતિ બંનેનું મહત્વ સમજ્યા છીએ, ત્યારે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ મહત્વનું છે. જેના માટે હવે ગણેશોત્સવમાં ઇકો ફ્રેન્ડલી કે માટીના ગણેશનું સ્થાપન કરવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મમરાના કારખાનામાં એકાઉન્ટીંગનું કામ કરતા ધવલ બેલડીયા 6 વર્ષથી માટીના ગણપતિ બનાવે છે.

ગણેશ સ્થાપનાની 2016થી શરૂઆત કરી
ધવલે 2016માં સ્કૂલ પ્રોજેકટમાં ગણપતિ બનાવ્યા હતા. જે સ્કૂલમાં સૌ કોઇને ગમ્યા ત્યારથી જ માટીના ગણપતિ બનવાનું ચાલુ કર્યું હતું. ત્યારથી લઈ હજુ સુધી માટી માંથી બનાવે છે. ગણપતિ તેઓ દર વર્ષે ગણપતિને વિશેષ શણગાર પણ કરે છે. ધવલને માટીમાંથી ગણપતિ બનાવતા 2 દિવસ લાગે છે. એક દિવસ બનાવતા અને એક દિવસ કલર કામ કરે છે. આ મૂર્તિને મુગટ અને વિશેષ શણગાર કરે છે અને પોતાના ઘરે સ્થાપના કરે છે. સોથી મહત્વની વાત એ છે કે તેઓ આ ગણપતિનું વિસર્જન ઘરે જ કરે છે.

દર વર્ષે માટીના અલગ-અલગ માટીના ગણપતિ બનાવે છે
ધવલ દર વર્ષે અલગ-અલગ થીમ પર ગણપતિની મૂર્તિ બનાવે છે. ક્યારેક મુસક પર સવારી કરતા ગણપતિ, હરિ હર સ્વરૂપે ગણપતિ, સિદ્ધિ વિનાયક ગણેશ, લાલબાગના રાજા જેવી થિમ્સ પર ગણપતિ બનાવે છે. આ વર્ષે શેષ નાગ પર બિરાજમાન ગણેશ બનાવ્યા છે જે આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે. આસપાસના વિસ્તારોના રહીશો ગણપતિની આરતીમાં જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...