તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:ગોંડલ એસ.ટી. ડેપોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, નવ કર્મી પોઝિટિવ

ગોંડલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના પગલે ડેપો ખાતે મુસાફરોનું સ્ક્રિનિંગ કડક બનાવાશે - Divya Bhaskar
કોરોના પગલે ડેપો ખાતે મુસાફરોનું સ્ક્રિનિંગ કડક બનાવાશે
  • રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગણાતા ડેપોમાં દરરોજ 300થી 400 બસનું થાય છે આવનજાવન

રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગણાતા ગોંડલ એસ.ટી. ડેપોમાં આશરે 400થી પણ વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે અનલોક ચારને લઇ મોટા ભાગના રૂટ શરૂ કરી દેવામાં આવ્યા હોય છેલ્લા બે દિવસમાં ડેપોના નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો કે કોરોના સંક્રમણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને કેસ પણ વધી રહ્યા છે પરંતુ કામ સબબ મુસાફરી કરનારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને લઇ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવા છતાં ડેપોના નવ કર્મચારી સંક્રમિત થતાં ડેપો તંત્રએ વધુ તકેદારી રાખવાનું શરૂ કર્યું છે.

કોરોના મહામારીની સ્થિતિ છતાં રોજ ત્રણથી ચાર હજાર મુસાફરો અહીં આવજા કરે છે
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં એસટી ડેપો ગોંડલ સૌથી વધુ વ્યસ્ત ડેપો ગણવામાં આવી રહ્યો છે ત્યારે અનલોક ચારમાં 90 ટકાથી પણ વધુ થી રૂટ ઉપર બસો અહીંથી આવન-જાવન કરી રહી છે ત્યારે આ ડેપોમાં ફરજ બજાવતા આશરે 400થી પણ વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયા હતા, જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન 253 ટેસ્ટિંગમાંથી નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળતા કર્મચારીઓ ઉપરાંત મુસાફરોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ડેપો રાજકોટ જિલ્લામાં સાૈથી મોટો ગણાઇ રહ્યો છે અને તેમાં આટલી તકેદારી છતાં નવ ડેપો કર્મચારી સંક્રમિત થયા છે. અહીંથી દરરોજ 300થી 400 બસનું આવાગમન થઇ રહ્યું છે અને દરરોજ અહીં ડેપોમાં 3,000થી 4,000 મુસાફરો આવજા કરે છે.

ડ્રાઇવર્સ, કન્ડક્ટર્સનું રોજ થાય છે ચેકિંગ
ગોંડલ એસટી ડેપો ખાતે કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયા છે ગોંડલ ડેપો ઉપરાંત રાજકોટ મોરબી સહિતના ડેપોમાં પણ ડ્રાઇવર કંડક્ટર કોરોના પોઝિટીવ થઇ રહ્યા છે આ બાબતે ડ્રાઈવર કંડકટરની બેઠકો પણ લેવાઇ રહી છે. રોજિંદા ડ્રાઈવર-કંડકટરને કોરોના સંક્રમણથી બચવા તકેદારીનાં શું પગલાં લેવા તેના સૂચનો આપવામાં આવી રહ્યા છે. અહીં આવતાં અને અહીંથી જતા તમામ મુસાફરોનું ચેકિંગ અને સ્ક્રિનિંગ કડક પણે થઇ રહ્યું છે, બસ બંધ કરવી એ પણ આજની સ્થિતિને ધ્યાને લઇને શક્ય નથી , ત્યારે તકેદારી અને સાવધાની જ આવશ્યક બની રહે છે. - જે.આર અગ્રાવત , એસટી ડેપો મેનેજર ગોંડલ

કર્મીઓની ઘટ, બીજી તરફ સંક્રમણની સ્થિતિ કપરી બની
એક તરફ કર્મચારીઓની ઘટથી પરેશાન ગોંડલ એસટી ડેપોમા નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે કર્મચારીઓની ખાધમાં વધુ ખાધ પડતા એસટી બસના રૂટના મેનેજમેન્ટમાં પણ તકલીફો વધવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...