ગોંડલની શ્રી રાધે શ્યામ લેઉવા પટેલવાળી યોગીનગર તરફથી પીઠડીયા, વીરપુર અને ચરખડીમાં આવેલા ત્રણ વૃદ્ધાશ્રમના 300 જેટલા વૃધ્ધોને 335 કિલો શુદ્ધ ઘીના અડદિયા અને 150 કિલો ગાંઠિયા બનાવીને આપવામાં આવ્યા.
પ્રત્યેક વૃદ્ધ દીઠ 1 કિલો અડદિયા અને 500 ગ્રામ ગાંઠિયાના બોક્સ આપવામાં આવ્યા
રાધેશ્યામ લેઉવા પટેલ વાડી યોગીનગર તરફથી વીરપુરમાં આવેલા માવતર વૃદ્ધાશ્રમ, પીઠડીયા પાસે આવેલા હરિઓમ વૃદ્ધાશ્રમ અને ચરખડીમાં આવેલા તિરંગા વૃદ્ધાશ્રમ ખાતે રહેતા 300 જેટલા વૃધ્ધોને પ્રત્યેક વૃદ્ધ દીઠ 1 કિલો અડદિયા અને 500 ગ્રામ ગાંઠિયા આપવામાં આવ્યા હતા. અડદિયા અને ગાંઠીયા મુકેશ કુંજડિયા દ્વારા સેવામાં બનાવી આપવામાં આવ્યા છે. રાધેશ્યામ વાડી ખાતે યુવાનો અને વડીલો દ્વારા અડદિયા અને ગાંઠીયાના પેકિંગ કરવામાં આવ્યા હતા.
100 કિલો લોટના અડદિયા અને 90 કિલો લોટના ગાંઠિયા બનાવવામાં આવ્યા
335 કિલો અડદિયામાં 100 કિલો લોટ, 100 કિલો ઘી, 35 કિલો ડ્રાયફ્રુટ જેમાં બદામ, કાજુ, પિસ્તા અને કિસમિસ નાખીને અડદિયા બનાવવામાં આવ્યા હતા, 90 કિલો લોટનાના ગાંઠિયા બનાવીને પ્લાસ્ટિકના બોક્સમાં પેકિંગ કરવામાં આવ્યા હતા. અડદિયા અને ગાંઠિયા મુકેશભાઈ રસોયા દ્વારા બનાવવામાં આવ્યા હતા. તેને પણ માનવતા દાખવી હતી. મજૂરીના રૂપિયા પણ ટ્રસ્ટ પાસેથી લીધા ના હતા.
રાધેશ્યામ લેઉવા પટેલ વાડી છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ સેવાકીય કાર્યો કરે છે
રાધે શ્યામ લેઉવા પટેલ વાડી તરફથી જરૂરિયાતમંદ જ્ઞાતિના પરિવારને રાશન ની કીટ ઘરે ઘરે જઈને આપવામાં આવે છે. કોઈ પણ પ્રસિદ્ધિ કે ફોટો પાડ્યા વગર જ્ઞાતિજનો સુધી કીટ પહોંચાડે છે. આ પહેલા પણ કોરોનાના કપરા સમયે રાધેશ્યામ વાડી તથા જેલચોક પટેલ વાડી તરફથી જરૂરિયાત જ્ઞાતિજનોને 600 જેટલી રાશન કીટ આશરે 4 લાખ જેટલો ખર્ચ કરીને રાશન કીટમાં ઘઉં, ચોખા, મગદાળ, ચણાંદાળ, તેલ, ચા - ખાંડ, બટાકા, ચટણી વગેરે મસાલા સહિતની કિટો બનાવીને પહોંચતી કરવામાં આવી હતી.
રાધેશ્યામ લેઉવા પટેલ વાડીના તમામ ટ્રસ્ટીઓ મનુભાઈ ગજેરા, જગદીશભાઈ વેકરિયા, ચંદુભાઈ વેકરિયા, મનુભાઈ કોટડીયા, રમેશભાઇ ગજેરા (રોયલ) રમેશભાઇ હિરાણી, મહેશભાઈ વિરડીયા, હર્ષદભાઈ વેકરિયા, રમેશભાઇ રૈયાણી, રમેશભાઇ ગજેરા (રામજીમંદિર) રોનકભાઈ રૈયાણી, ડો.રાદડિયા, અને નારણભાઇ સાવલિયા સહિત ના ટ્રસ્ટી મંડળોનો આ સંસ્થામાં સહયોગ મળતો રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.