તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાયજ્ઞ:ગોંડલ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટને વિદેશથી અનુદાન મોકલ્યું

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુએસએ રહેતા જોનાથીન દ્વારા 301 ડોલરનું અનુદાન

ગોંડલ મુક્તિધામના સંચાલક મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના તમામ સદસ્યોએ અંતિમવિધિ, એમ્બ્યુલન્સ, શાંતિ રથ, ઓક્સિજન સિલિન્ડર સહિત નિશુલ્ક સેવા આપવામાં આવતી હોય જેની સેવાની સોડમ સમગ્ર વિશ્વમાં પ્રસરવા લાગી છે. યુએસએના વિદેશી નાગરિકે ટ્રસ્ટની સેવાઓ નિહાળી અનુદાન મોકલ્યું છે.

ગોંડલ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સેવાયજ્ઞ અવિરત છે. સાથે એમ્બ્યુલન્સ, શાંતિ રથ અને ઓક્સિજન સિલિન્ડર પણ નિ:શુલ્ક આપવામાં આવતા હોય જેની સોડમ સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. ટ્રસ્ટના કાર્યને જોઈ યુએસએ રહેતા જોનાથીન ચાંગ દ્વારા ઓક્સિજન સેવા માટે 301 ડોલરનું અનુદાન મોકલાવાયું છે. તેમજ રૂ. 3 લાખ સ્વર્ગસ્થ રાણીબેન રાણપરિયા (USA) વાળાઓએ ભગવાનજીભાઈ રાણપરિયાના હસ્તે અનુદાન મોકલ્યું છે. ગોંડલ યોગીનગર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પોતાના ફંડમાંથી રૂ.1,11,111નું અનુદાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...