થોડા દિવસ પહેલા ગોંડલ શહેરમાં ગુલમહોર રોડ પર આવેલી શાળા નં- 1માંથી રસોડાનો સામાન અને કોમ્પ્યુટરનો જૂનો સામાનની ચોરીની ફરિયાદ શહેર પોલીસમાં નોંધાઈ હતી. આ મામલે પોલીસે એક બાળ આરોપી સહિત 3ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. જ્યારે 17 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શાળા પાછળના મેદાનમાંથી 3 શખ્સોની ધરપકડ
ગોંડલમાં તાજેતરમાં શાળા નં- 1માંથી રસોડાના સામાન તથા કોમ્પ્યુટરની જૂની વસ્તુની ચોરી થઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ગોંડલના PSI જે.યુ.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન તાલુકા શાળા પાછળના ગ્રાઉન્ડમાં ચોરી થયેલા મુદ્દામાલ ઝુંપડા પાસે કેટલાક શખ્સો દ્વારા સગેવગે કરાઈ રહ્યો છે તેવી માહિતી મળી હતી. PSI અને સ્ટાફ તરત સ્થળ પર તપાસ કરતા એક બાળ આરોપી સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ જેલ હવાલે
પોલીસે રસોડાનો સામાન અને કોમ્યુટરનો જૂનો સામાનની સાથે કાના કાળુ સોલંકી, રાકેશ ભરત ચુડાસમા અને એક બાળ આરોપીને પકડી કુલ 17,700નો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળ આરોપી સહિત 3 શખ્સોને ગોંડલ સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
PI સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો
સમગ્ર કામગીરીમાં PI એમ.આર.સંગાળા, PSI જે.યુ.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ વિપુલ ગુજરાતી, મહેન્દ્રભાઈ, બાવકુભાઈ, રમેશભાઈ, ભાવેશભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.