તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગોંડલ રેલવે સ્ટેશને સીસીટીવી કેમેરા, વીઆઇપી વેઇટિંગ રૂમની તાતી જરૂર

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાત્રિકો માટેની સુવિધા જાળવવા, નવી આપવા ગ્રેટર ચેમ્બરની રજૂઆત

ગોંડલ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં ઉપપ્રમુખ, વેપારી મહામંડળનાં પ્રમુખ, રેલ્વે બોર્ડનાં સલાહકાર સમિતિના સદસ્ય વિનુભાઇ જી. વસાણીએ ભાવનગર પશ્ચિમ રેલવેના અધિકારીને પત્ર પાઠવીને રેલ્વે સ્ટેશને યાત્રિકોની સુવિધા વધારવા માટે અને જે સુવિધા છે તે જાળવવા માટે સૂચનો કર્યા છે.વિનુભાઇ વસાણીએ પત્રમાં જણાવ્યું છે કે, વેરાવળ-ઇન્દોર 09304(વાયા અમદાવાદ), ઇન્દોર વેરાવળને ગોંડલ સ્ટેશન સ્ટોપ આપવાની જનતાની માંગણી છે. સીસીટીવી કેમેરા રાજ્યના લગભગ દરેક સ્ટેશનમાં મુકાઇ ગયા છે.

જનતાની સલામતી માટે કેમેરાની ખાસ જરૂરીયાત હોઇ રેલ્વે સ્ટેશન ઉપર યોગ્ય જગ્યાએ કેમેરા મુકવા જરૂરી છે.અંડર ગ્રાઉન્ડ પ્લેટફોર્મનું કામ શરૂ કરાયું છે તે ખૂબ આવકારદાયક છે. પેસેન્જરોને વધુ સગવડતા પ્રાપ્ત થશે. જે બાબતે જણાવવાનું કે, હાલ જે કામ ચાલી રહ્યું છે તે ખુબ જ ધીમી ગતિનું કામ ચાલે છે. તેને ત્વરીત ઝડપથી કામ શરૂ કરવું. ગોંડલ રેલ્વે સ્ટેશનમાં બહારથી વી. આઇ. પી. લોકો, સાંસદો, ધારાસભ્યો, ઓફીસરો, મંત્રીઓ આવતા હોઇ એક વી. આઇ. પી. એ. સી. રૂમની આવશ્યકતા છે, મિટીંગોમાં મહેમાનો માટે આરામદાયક સુવિધા પ્રાપ્ત થઇ શકે.

સાથે પેસેન્જરોને વેઇટિંગ માટે રાહત મળી શકે. મર્યાદિત આવક ધરાવતા સિનિયર સિટિઝનોને 30 ટકા રાહત મળતી હતી તે ઘણા સમયથી બંધ કરાઇ છે. તો દેશભરના સિનિયર સીટીઝનોને ફરી કન્સેશન આપવા, સ્ટેશન ઉપર સફાઇ કામ વ્યવસ્થિત અને યોગ્ય રીતે કરવા માટે અત્યારે ફકત બે જ કામદાર છે.

અન્ય સમાચારો પણ છે...