પત્તા પ્રેમીઓના રંગમાં ભંગ:ગોંડલ પોલીસના ત્રણ જુગારધામ પર દરોડા, 4 મહિલા સહિત 20 શકુનીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેર પોલિસ ના PI એમ.આર.સંગાળા, સર્વેલન્સ સ્ટાફ જયદીપસિંહ ચૌહાણ, શક્તિસિંહ જાડેજા અને વાઘાભાઈ આલ સહિતની ટીમે ગોંડલમાં અલગ અલગ ત્રણ જગ્યા પરથી જુગાર રમતી 4 મહિલા સહિત 20 શકુનીઓને 74,830 રૂપિયાના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોંડલમાંથી ગોંડલ શહેર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલના ભગવતપરા પટેલવાડી પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી હતી. જેમાં આકાશ દીપકભાઈ સોલંકી, જીતુભાઈ ઘોઘાભાઈ સરસિયા, રાજુભાઈ રઘાભાઈ માટીયા, સુખદેવભાઈ પુનાભાઈ લાંબરીયા, વિજયભાઈ જગાભાઈ સરસીયા, અજયભાઈ ઉર્ફે અક્ષય નીતિનભાઈ ગોહેલને રોકડ રકમ 11,200 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જુગારનો બીજો દરોડો ગોંડલની ઉદ્યોગભારતી સોસાયટીમાં નલિનભાઈ તન્નાના ભોગવટા વાળા મકાનમાં નલિનભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ તન્ના, પરેશભાઈ બાબુભાઇ ચૌહાણ, જૈવિનભાઈ હિતેશભાઈ પાબારી, ઉમેદભાઈ તખતસિંહ સીસોદીયા, મનોજભાઈ નાથાભાઈ ગોહેલ અને 4 મહિલા મીરાબેન જૈવિનભાઈ પાબારી, ધર્મીષ્ઠાબેન રવજીભાઈ મકવાણા, પાયલબેન નલિનભાઈ તન્ના, ઇલાબેન અશ્વિનભાઈ સોલંકી સહિતનાને રોકડ રકમ 19,130ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જુગારનો ત્રીજો દરોડો ભગવતપરામાં આવેલ નીલકંઠ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હર્ષલભાઈ અનિલભાઈ વ્યાસ, હિતેશભાઈ ધીરુભાઈ લાંબરીયા, કિશનભાઇ રાજુભાઈ માટીયા, વિજયભાઈ રતાભાઇ મુંધવા, જયરાજભાઇ વિઠ્ઠલભાઈ રાઠોડ સહિતનાને રોકડ રૂપિયા 10,500 ચાર મોબાઈલ કિંમત રૂપિયા 14,000 એક મોટરસાઇકલ કિંમત રૂપિયા 20.000 સહિત કુલ 44,500ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોંડલ શહેરમાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અલગ અલગ ત્રણ દરોડામાં 4 મહિલા સહિત 20 પત્તાંપ્રેમીઓને રૂ.74,830ના મુદામાલ સાથે પકડી જુગારધાર 12 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...