તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગોંડલ પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપ્યો

ગોંડલ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોંડલની ધારેશ્વર ચોકડીએ સર્જાયા સનસનીખેજ દૃશ્યો

ગોંડલ સિટી પોલીસે બાતમીના આધારે ધારેશ્વર ચોકડી પાસે વોચ ગોઠવી વરના કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ન રોકાતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બાદમાં પોલીસે કારનો પીછો કરી કારને આંતરી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 160 કિંમત રૂ 60000 મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી.

સીટી પીઆઇ જાડેજા પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે બાતમીના આધારે સર ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન GJ03JR 6943 નંબરની કાર પૂરપાટ ઝડપે આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારના રોકાતા તેનો પીછો કરી અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 160 કિંમત રૂ 60000 મળી આવતા કુલ રૂપિયા 262500 મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઇમરાન ઉર્ફે કમલો હસનભાઈ કટારીયા રહે ગોંડલ વોરાકોટડા રોડ વાળો ઝડપાઇ જતા તેની ધરપકડ કરી હતી. જ્યારે અંધારાનો લાભ લઇ રમજાન ઉર્ફે ભોપલો તેમજ 3 અજાણ્યા શખ્સો નાસી જતા તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો