પરિવારને આખરે ન્યાય મળ્યો:ખાંડાધારની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને ગોંડલ પોકસો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

ગોંડલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ પોકસો અદાલતે વધુ એક વખત ઐતિહાસીક ચૂકાદો જાહેર કર્યો. ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામની સીમમાંથી સજા પામનાર આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોર મુળ રહે. મધ્યપ્રદેશ વાળાએ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. આ બાબતે આરોપી વિરુધ પોકસો એક્ટની કલમ 6 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સરકારી વકીલની ફાઈલ તસવીર
સરકારી વકીલની ફાઈલ તસવીર

આરોપી અવાર નવાર બળજબરી પુર્વક સંભોગ કરેલ ત્યારબાદ સગીરાના પિતાને ઘટનાની જાણ થતાં તેઓએ આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોર મુળ રહે.મધ્યપ્રદેશ વિશુધ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ 363, 366, 376(2) (એ) તથા પોકસો એકટની કલમ 6 મુજબનો ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો. જે ગંભીર બનાવ બાદ પોલીસે આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોરની અટકાયત કરી આ ગુનામાં ધરપકડ કરી ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી
ત્યાર બાદ આ કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર તરફે કુલ 7 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેસના મૌખીક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની ધારદાર દલીલોને લક્ષમાં રાખી હાલમાં જ બદલી થઈ નિયુક્ત પામેલ એડીશન્લ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટ સાહેબે સ્પેશયલ જજ આરોપી રાકેશ ઈન્દ્રસીગ ડામોરને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...