ગોંડલમાં સપ્તક ફોક ડાન્સ ગ્રુપ ના અગીયાર રાસ ગરબાના વિદ્યાર્થીઓને ભારત સરકાર લોકનૃત્યના પર્ફોર્મન્સ માટે ‘તુર્કિ’ મોકલી રહી છે. જ્યાં તેઓ ૩૪ દેશોમાંથી આવેલાં લોકનૃત્યકારોની વચ્ચે ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમમાં દરેક દેશે પોતાની ફક્ત એક જ ટીમ મોકલવાની હોય છે. જેમાં સમગ્ર ભારતમાંથી આ ટીમની પસંદગી થઇ છે.
તા. ૨ થી ૭ જૂલાઇ દરમ્યાન તુર્કિમાં એમના પર્ફોર્મન્સ યોજાનાર છે. આ ગ્રુપના ચેતન જેઠવા ત્રીજી વારદેશનુ પ્રતિનિધિત્વ કરવાં જઇ રહ્યાં છે. આ અગાઉ ૨૦૧૪માં યુરોપના પાંચ દેશોમાં સોળ પર્ફોર્મન્સ તેમજ ર૦૧૭ માં તાન્ઝાનિયામાં કુલ ચાર પર્ફોર્મન્સમાં પણ એમણે સમગ્ર રાષ્ટ્રની આગેવાની લીધી છે. આ ઉપરાંત નેપાળ અને ઓમાનમાં પણ એમણે અને એમની ટીમે રાસ-ગરબા રજૂ કર્યા છે.
ખાસ વાત એ છે કે ભારત સરકાર એમને તુર્કિ મોકલવાં માટે સ્પેશ્યલ વ્હાઇટ પાસપોર્ટ ઇશ્યુ કરશે. જેને ઓફિશીયલ પાસપોર્ટ પણ કહેવાય છે. જે બ્લ્યુ પાસપોર્ટ કરતાં અલગ હોય છે. અને વ્હાઇટ પાસપોર્ટ પર ટ્રાવેલ કરવું એનો મતલબ એ છે કે તમે સમગ્ર રાષ્ટ્ર વતી પર્ફોર્મ કરવાં જઈ રહ્યાં છો. અને આ વ્હાઇટ પાસપોર્ટ પર તેઓ બીજી વાર ટ્રાવેલ કરશે. સમગ્ર ગુજરાતમાંથી વ્હાઇટ પાસપોર્ટ પર એક કરતાં વધારે મુસાફરી કરનાર ચેતન જેઠવા અને એમની ટીમના બે સભ્યો જયદિપ રૈયાણી અને દેહુતી સોલંકીએ ત્રણ લોકો પહેલા વ્યક્તિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.