ભર ઉનાળે પણ બરફના કરાનો વરસાદ:ગોંડલ પંથકમાં કમોસમી વરસાદની સાથે એકાએક વાતાવરણ પલટાયો, વીજળીના કડાકા ભડાકા સાથે બરફના કરા પડ્યાં

ગોંડલ17 દિવસ પહેલા

રાજ્યના હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગોંડલ શહેર પંથકમાં રવિવાર સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ તાલુકાના બીલીયાળા, રીબડા, અનિડા, ભુણાવા, પાંચિયાવાદર સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. પાંચિયાવાદર અને ડૈયા ગામમાં બરફના કરાનો વરસાદ વરસી રહ્યો છે.

જ્યારે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. ચણા, ઘઉં, ધાણા, લસણ, ડુંગળી, જીરૂ, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી
ગોંડલ માર્કેટયાર્ડ સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના પાકની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડમાં ડુંગળી ખુલ્લા મેદાનમાં ઉતારવામાં આવે છે. વરસાદી વાતાવરણ હોવાથી ડુંગળીના પાકની આવક બંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...