તપાસ:ગોંડલ પાલિકાને વેરા વધારા અંગે 157 વાંધા અરજી મળી

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ બાદ પાલિકાના વેરા વધારા અંગે ખુલાસા
  • પાણીનો નિકાલ નહીં તેને વેરો ભરવામાંથી મુક્તિ

ગોંડલ નગરપાલિકા વેરા વધારાને લઇને કોંગ્રેસીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું હતું અને બહોળી સંખ્યામાં કોંગ્રેસીઓ એકઠાં થતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા વેરા વધારા અંગે ખુલાસા કર્યા હતા.વેરા વધારા અંગે પાલિકાના કારોબારી ચેરમેન ભરતસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે તા. 9-7-2018 ના રોજ અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને 30 દિવસની અંદર વાંધા અરજી માંગવામાં આવી હતી જે દરમિયાન 157 વાંધા અરજીઓ આવી હતી અને અરજદારોને રૂબરૂ પણ સાંભળવામાં આવ્યા હતા.

તા. 12-10-2020 ના ભૂગર્ભ ગટરના નિયમો તથા દરખાસ્ત રાજકોટ પ્રાદેશિક નિયામક કચેરી એ કરવામાં આવેલ છે. તેથી મકાનના રૂ.1000 દુકાન કોમ્પલેક્ષ જે કોઈ પાણી અને ભૂગર્ભ ગટર વગરના હોય એને રૂ.2000 દરેક દુકાનદારોને લાગુ પડતા નથી. સમાજવાદી પાર્ટી પ્લોટના રૂ.5,000 નક્કી કર્યા હતા, જે દુકાનદારોને ગંદા પાણીનો નિકાલ કરવાનો ન થતો હોય તેઓને ભૂગર્ભ વેરો ભરવાનો થતો નથી તેવું અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...