ફાયર ફાઇટરની ઉમદા સેવા:ગોંડલ નગરપાલીકાને ગુજરાત સ્ટેટ ફાયર પ્રવિંસિસ દ્વારા ફાયર વોટર બાઉજર ફાળવાયું; 12,000 લીટર પાણીની કેપેસિટી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ નગરપાલિકા ફાયર શાખાની કામગીરી આસપાસના ઘણા તાલુકાઓમાં સરાહનીય બની છે. ત્યારે ગુજરાત સ્ટેટ ફાયર પ્રવિંસિસ સર્વિસ દ્વાર ફાયર વોટર બાઉજર ગોંડલને ફાળવવામાં આવ્યું છે.

1.5 કરોડની કિંમતનું ફાયર વોટર બાઉજર ફાળવવામાં આવ્યું
ગોંડલ નગરપાલિકા ફાયર શાખાની કામગીરી આસપાસના ઘણા તાલુકાઓમાં સરાહનીય બની છે. ત્યારે ગુજરાત સ્ટેટ ફાયર પ્રવિંસિસ સર્વિસ દ્વાર રૂ. 1.5 કરોડની કિંમતનું ​​​​​​​ફાયર વોટર બાઉજર ગોંડલને ફાળવવામાં આવ્યું છે. યુવા અગ્રણી જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા, પાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણ રૈયાણી, ઉપ પ્રમુખ ગૌતમ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવ સિંહ જાડેજા, બાંધકામ ચેરમેન ચંદુ ડાભી, વોટર વર્કસ ચેરમેન આસિફ ઝકરિયા સહિત પાલિકાના સદસ્યોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

12,000 લીટર પાણીની કેપેસિટી
આ ફાયર વોટર બાઉજરની 12,000 લીટર પાણીની કેપેસિટી છે. તેમજ મહત્ત્વની વાત એ છે કે, ગુજરાત સ્ટેટ ફાયર પ્રવિંસિસ સર્વિસ દ્વાર ફાયર વોટર બાઉજર ગાડીમાં B.A.seet પણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...