રામજી મંદિરના મહંત દેવલોક પામ્યા:ગોંડલ મોવિયા શ્રી સદાવ્રત રામજી મંદિરના મહંતને યુપીના આશ્રમ ખાતે સર્પે દંશ દેતા નિધન થયું

ગોંડલ12 દિવસ પહેલા

ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ શ્રી સદાવ્રત રામજી મંદિરના મહંત 1008 રામ બાલકદાસજી મહારાજ (ઉંમર વર્ષ 56) ગુરુ રામચરણદાસજી મહારાજ યુપી ખાતેના આશ્રમે ગયા હતા. રાત્રિના પોતાના રૂમમાં સુવા ગયા ત્યારે સર્પે ડાબા હાથની ત્રીજી આંગળીમાં દંશ દેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જ રસ્તામાં તેમનું નિધન થઈ જતા ભક્ત સમુદાયમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો.

પૂજ્ય બાલકદાસજી મહારાજ આશરે છેલ્લા 40 વર્ષોથી મોવિયા ગામે રહી સદાવ્રત મંદિરની સેવા પૂજા કરી રહ્યા હતા. તેમના મૃતદેહને ગોંડલ લાવી સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. બાદમાં મંદિરના પટાંગણમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ વેળાએ બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય દર્શને આવ્યા હતા.

શ્રાવણ માસ ના પહેલા જ દિવસે સંતે વિદાય લેતા મોવિયા ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ભક્તજનો દર્શન માટે મોટી સંખ્યામાં આવી પોહચ્યા હતા અને સંતો મહંતોની ઉપસ્થિતમાં વિધિવત અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર વેળાએ ભક્તોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. સંતના નિધનથી બહોળા ભક્ત સમુદાયમાં ઘેરો શોક ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...