પોલીસનું કામ ગૌ સેવકોએ કર્યું:ગોંડલ મોવિયાના ગૌ શાળાના સેવકો આખલાને છોડાવવા માટે ગયા ત્યાં દેશી દારૂનો અડ્ડો જોવા મળ્યો

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. તાજેતરમાંજ SMC બ્રાન્ચ દ્વારા તાલુકા વિસ્તારમાં 2 દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. ત્યારે મોવિયા ગૌ શાળાના સેવકો દેરડી (કું) ખાતે એક યુવાને પોતાના ગોડાઉનમાં આખલાને બાંધીને રાખ્યો હતો. તેને છોડાવવા માટે ગૌ સેવકો પહોંચ્યા હતા, ત્યારે ગોડાઉનમાંથી દેશી દારૂના આથા ભરેલા બેરલ સહિતની સામગ્રી જોવા મળી હતી. ગૌ સેવકોએ આ બાબતે સ્થાનિક તાલુકા પોલીસને પણ જાણ કરી હતી.

પોલીસનું કામ ગૌ સેવકોને કરવાની ફરજ પડી
ગૌ શાળાની ટીમ દેરડી (કું) ગામે પહોંચી હતી. રાજુભાઇ નરોડીયાએ ગોડાઉનમાં એક આખલાને 8 મહિના થયા બાંધીને રાખવામાં આવ્યો હતો. તેની જાણ ગૌ સેવકોને થતા સ્થળ પર પહોંચીને આખલાને છોડાવવામાં આવ્યો હતો અને આખલાને દેરડી (કૂં) ગૌ શાળામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આખલાને જે સ્થળ પર બંધવામાં આવ્યો હતો તે સ્થળ પર દેશી દારૂ બનાવવાનો આથો અને બેરલોનો વીડિયો પણ સામે આવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું છે કે તાલુકા પોલીસ શું કાર્યવાહી કરશે. વીડિયોમાં દેખાતા તમામ સામાન કબ્જે કરશે કે શું એ પણ એક સવાલ ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...