​​​​​​​ખેડૂતોને અપીલ:ગોંડલ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ મહિનામાં 11 દી’ બંધ રહેશે

ગોંડલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિનામાં આવતા તહેવારો અને જાહેર રજા પાળશે
  • ખેડૂતોને રજામાં જણસી લઇને નહીં આવવા અપીલ

શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલનું માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે. યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર, તહેવાર, અને જાહેર રજાઓના કારણે યાર્ડનું કામકાજ બંધ રાખવામાં આવશે. યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટ, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતના એ રજાના દિવસે કામ બંધ રાખશે.

તાજેતરમાં રાજ્યની યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવ્યો છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચાં સહિતની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે, ત્યારે રજાના દિવસોમાં ખેડૂતોને જણસી ન લાવવા અપીલ કરાઇ છે.

યાર્ડ રજા રાખશે

ઓગસ્ટતહેવાર
1સોમવાર
8સોમવાર
11રક્ષાબંધન
15સ્વાતંત્ર દિવસ
16નાગપંચમી
17શીતળા સાતમ
19જન્માષ્ટમી
20નોમ
22સોમવાર
27અમાસ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...