તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદાનો વિરાેધ:ગોંડલ, જસદણ, ધોરાજી અને મોરબી યાર્ડ ચાલુ રહેશે, કમિશન એજન્ટસનો બંધને ટેકો

ગોંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેકાના ભાવે મગફળીની ખરીદી તો ચાલુ રહેશે, જેતપુરમાં હરાજી બંધ, વાંકાનેરનું યાર્ડ સજ્જડ બંધ

ખેડૂત વિરોધી બિલ લાગૂ કરવાના વિરોધમાં દિલ્હી ખાતે છેલ્લા 12 દિવસથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા ચલાવાતા આંદોલનને ટેકો અને સમર્થન આપવા માટે આજે આઠમી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.બંધના એલાનને કમિશન એજન્ટ, વેપારીઓ, દલાલો અને આડતિયાઓએ ટેકો આપ્યો છે. તો બીજી તરફ યાર્ડ સંચાલકોએ ઓફિસ ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે.

બંધના એલાનને જસદણ નવા માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ પોતાનો ટેકો જાહેર કરી પોતાના કામકાજોથી અળગા રહેશે. જો કે જસદણ નવા યાર્ડમાં માત્ર ઓફિસ કામ જ ચાલુ રહેશે તેવું યાર્ડના સેક્રેટરી ચોહલીયાએ જણાવ્યું છે. ગોંડલ યાર્ડના વેપારી મંડળ દલાલ મંડળ અને ખેડૂત મંડળ બંધને ટેકો આપી બંધમાં જોડાનાર છે. જ્યારે આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વેપારી, દલાલો અને ખેડૂતો પોતાની રીતે સ્વેચ્છિક બંધમાં જોડાયા છે.

તેવું દલાલ મંડળના મુકેશભાઈ સતાસિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે યાર્ડના વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા બંધનું એલાન અપાયું છે ખેડૂતો સ્વેચ્છિક વેચવા કે ખરીદી માટે ન આવે તો વાતાવરણ બંધ જેવું જ રહેશે. અલબત્ત સત્તાવાર રીતે માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા બંધના એલાનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એલાનને ધોરાજી યાર્ડના કમિશન એજન્ટ, વેપારીઓએ ટેકો જાહેર કર્યો છે અને એલાનમાં જોડાઇને કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે.

મોરબીમાં આડતિયા અને કમિશન એજન્ટએ બંધને ટેકો જાહેર કર્યો છે, જો કે યાર્ડની ઓફિસ અને ટેકાના ભાવે ખરીદી રાબેતા મુજબ ચાલતી રહેશે તેવું યાર્ડના સુત્રોએ જણાવ્યું છે. વાંકાનેર યાર્ડ સજ્જડ બંધ પાળશે. જેતપુર યાર્ડ પણ બંધમાં જોડાવવાનું નથી અને ઓફિસની કામગીરી યથાવત રહેશે તેમ ચેરમેન ભૂવાએ જણાવ્યું છે.

જબરદસ્તી બંધ કરાવશો તો કાર્યવાહી: SP ઓડેદરા
મોરબી જિલ્લામાં બંધ અંગે કોંગ્રેસ દ્વારા સમર્થન આપી લોકોને ખેડૂતોના પ્રશ્નને લઈ એક દિવસ કામગીરી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જો કે મોરબીમાં તેની હાલ પૂરતી નહિવત અસર રહે તેવી શકયતા છે. હળવદ મોરબી અને ટંકારામાં તેની અસર નહિવત રહે તેવી સંભાવના છે. જો કોઈ તત્વો દ્વારા દુકાન કે વેપાર બંધ કરાવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે તેમ એસ.પી. એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો